શું ખરેખર આ મજૂર તથા તેમના પરિવાર દ્વારા હાલમાં આત્મહત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

દિવ્યેશ કાઠિયાવાડી મેકડા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ સરકાર બધું આપે છે તો આ નાના મંજૂર શું કામ મરે છે એને શું મજા આવતી હશે આવું કરવાની રજી આ સમજી જાજો આવું આવું રહશે તો આપડે ઈ લોકો ની નજર માં છીએ. કાઠિયાવાડી પોતે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા તમામ પ્રકારની સહાય કરવામાં આવે છે તો પણ નાના મજૂર પરિવાર સહિત આપઘાત કરે છે.

FACEBOOK | FB VIDEO ARCHIVE | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 14 જૂન 2018ના દિવ્યમરાઠીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાની આ ઘટના હતી. અશ્તી પોલીસના જણાવ્યા અનુસાર, 37 વર્ષીય અનિલ નારાયણ વાંખેડે મધ્યપ્રદેશની એક કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો હતો. કંપની બંધ થવાને કારણે, અનિલે નોકરી ગુમાવી દીધી અને તેને તેના પરિવાર સાથે વર્ધાના આવી જવાની ફરજ પડી હતી. અનિલનો પરિવાર તેના માતાપિતા સાથે તેના ઘરે 2 મહિનાથી વધુ સમય રહ્યો અને આ દરમિયાન તેને નોકરી ગુમાવવાને કારણે સતત મેણા-ટોણા સાંભળવવા પડ્યા હતા. પડોશીઓએ કહ્યું કે તેઓએ ઘરના ઝઘડાઓનો અવાજ ઘણી વાર સાંભળ્યો છે.

એક દિવસ, અનિલના પિતાએ તેની પત્ની અને બાળકની સાથે તેને ઘરની બહાર કાઢી મુક્યો. અનિલ તેની સાસુના ઘરે જવા માંગતો ન હતો અને માતા-પિતાના ઘરે પાછા જવાનો કોઈ રસ્તો નહોતો. તે પત્ની અને બાળકને ખેતર તરફ લઈ ગયો. ત્યાં તેણે પત્ની અને બાળકને જંતુ નાસક દવા આપી બંનેને ઝાડ પર લટકાવી દિધા અને બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

DIVYAMARATHI.COM | ARCHIVE

વર્ષ 2018ના આ ફોટો ખેડૂત પરિવારે આપઘાત કર્યો હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો હતો. જેની પડતાલ ઘ લલ્લનટોપ.કોમ દ્વારા કરવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો વર્ષ 2018નો છે. હાલની પરિસ્થિતી સાથે તેને કોઈ લેવા-દેવા નથી. ખોટા દાવા સાથે આ ફોટોને વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Avatar

Title:શું ખરેખર આ મજૂર તથા તેમના પરિવાર દ્વારા હાલમાં આત્મહત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False