શું ખરેખર અમિત ચાવડાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

Gujju sarkar – ગુજ્જુ સરકાર નામના એક ફેસબુક પેજ દ્વારા 28 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, એક જ ઓવર માં બીજી વિકેટ ધાનાણી બાદ અમિત ચાવડાએ પણ આપ્યું રાજીનામું. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 79 જેટલા લોકોએ લાઈક કરી હતી. 9 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. તેમજ 75 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને અમિત ચાવડાએ આપ્યું રાજીનામુ સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતતા.

screenshot-www.google.com-2019.06.10-07-05-01.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. હવે જો આમિત ચાવડાએ ખરેખર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હોત તો એ એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત એટલા માટે અમે યુટ્યુબનો સહારો લીધો અને અમિત ચાવડાએ આપ્યું રાજીનામુ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.06.10-07-16-54.png

Youtube | Archive

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અમિત ચાવડા દ્વારા મીડિયા સમક્ષ રાજીનામાં અંગે આપવામાં આવેલું એક નિવેદન પ્રાપ્ત થયું હતું. જેમાં તેઓ જણાવે છે કે, અમે અમારી લાગણી હાઈકમાન્ડ સામે મૂકી છે અને એમાં રાજીનામુ મૂકવાનો એટલા માટે પ્રશ્ન ઉપસ્થિત નથી થતો કારણ કે, અમે નૈતિક જવાબદારી સ્વિકારી છે અને સાથે સાથે રાહુલજીને મળવા માટેનો સમય માગ્યો છે. જે તમે નીચેના વીડિયોમાં 2.53 મિનિટથી 3.15 મિનિટ સુધી જોઈ શકો છો.

Archive

ઉપરના પરિણામો પરથી એ સ્પષ્ટપણે સાબિત થાય છે કે, અમિત ચાવડા દ્વારા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યાની માહિતી સાવ ખોટી છે. વધુમાં અમે અમિત ચાવડાનો સંપર્ક કરી એમની સાથે વાત કરી હતી તો તેમણે અમને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ થઈ રહી છે. મે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ નથી આપ્યું આ વાત એકદમ ખોટી છે.

2019-06-10.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, અમિત ચાવડાએ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામુ નથી આપ્યું.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર અમિત ચાવડાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •