
Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડુત સત્યાગ્રહ મા જોરદાર માનવ મેહરામણ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 611 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 16 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 343 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરમાં આવેલો ફોટો હાર્દિક પટેલના ખેડૂત સત્યાગ્રહમાં આવેલા લોકોની ભીડનો છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ તો એ જાણવુ જરૂરી હતુ કે, ખેડૂત સત્યાગ્રહ છે શું.? તેથી અમે ગૂગલ પર “ખેડૂત સત્યાગ્રહ” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, હાર્દિક પટેલ દ્વારા પાકવિમાને લઈ ખેડૂત સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યુ હતુ. જેની શરૂઆત તારીખ 13 નવેમ્બર 2019ના રાજકોટના પડધરીથી કરવામાં આવી હતી. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ હાર્દિક પટેલ દ્વારા પણ આ અંગેની માહિતી તેના ઓફિશીયલ ફેસબુક અકાઉન્ટ પર આપી હતી. જે પણ તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. દરમિયાન અમને લોકોના હાથમાં બેનરોમાં “પાટીદારોને ઓબીસીમાં સમાવો”, “We Demand Reservation”, “હમારી માંગે પુરી કરો વરના ખૂરશી છોડ દો.” લખેલુ વાચવા મળ્યુ હતુ. હાલમાં હાર્દિક દ્વારા તારીખ 13ના ખેડૂત સત્યાગ્રહ કરવામાં આવ્યો તે તો પાકવિમા મુદે અને ખેડૂતોની માંગોને લઈને હતું.
ત્યારબાદ અમે હાર્દિક પટેલના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટની મુલાકાત લીધી હતી હાર્દિક પટેલ દ્વારા તારીખ 13 નવેમ્બર 2019થી ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદની એક પણ પોસ્ટમાં અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો મુજબની ભીડ જોવા મળી ન હતી.
ત્યારબાદ ફોટોને અમે ધ્યાનથી જોતા મોટાભાગના લોકોના શર્ટ અને ટીશર્ટ પર એક લોગો જોવા મળ્યો હતો. જે સરદાર પટેલ ગ્રુપ એટલે કે SPG નો હોવાનું માલુમ પડ્યુ હતુ. જે લોગો તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા દિનેશ બાંભણિયાનો સંપર્ક સાધ્યો હતો અને તેમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો અંગે પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ફોટો પાટીદાર અનામત આંદોલન સમયે એસપીજી દ્વારા યોજાયેલી એક રેલીનો છે.”

ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે એસપીજીના ગુજરાત અધ્યક્ષ લાલજી પટેલ જોડે વાત કરી હતી અને તેમને આ ફોટો અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ તસ્વીર અમારા દ્વારા જૂલાઈ 2015માં વિજાપુરમાં યોજવામાં આવેલી પહેલી રેલીનો છે. તે સમયે મોટી સંખ્યામાં લોકો ત્યા હાજર રહ્યા હતા. આ તસ્વીર હાલની નથી.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં હાર્દિક પટેલના ખેડૂત સત્યાગ્રહનો નથી. આ ફોટો SPG દ્વારા જૂલાઈ 2015માં વિજાપુરમાં યોજવામાં આવેલી પહેલી રેલીનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં હાર્દિક પટેલના ખેડૂત સત્યાગ્રહનો નથી. આ ફોટો SPG દ્વારા જૂલાઈ 2015માં વિજાપુરમાં યોજવામાં આવેલી પહેલી રેલીનો છે.

Title:શું ખરેખર હાર્દિક પટેલ દ્રારા કરવામાં આવેલા સત્યાગ્રહમાં આવેલા લોકોની ભીડ છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
