તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડાવાળા રસ્તા પર યમરાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખાડાવાળા રસ્તા પર માપ લઈ રહેલા યમરાજનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાડાવાળા રસ્તા પર માપ લઈ રહેલા યમરાજનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહિ પરંતુ કર્ણાટકના ઉડુપી ખાતે બનેલી ઘટનાનો છે. આ ઘટનાને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આવું ગુજરાતમાં જ હોય ખાડાઓ માપવા હવે યમરાજ ને આવવું પડ્યું. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખાડાવાળા રસ્તા પર માપ લઈ રહેલા યમરાજનો આ વીડિયો ગુજરાતનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને ndtv.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર 28 ઓગસ્ટ, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કર્ણાટકના ઉડુપીમાં ખાડાઓથી ભરેલા રસ્તા પર લાંબી કૂદવાની સ્પર્ધા યોજતા મૃત્યુના ભગવાન તરીકે ઓળખાતા 'યમરાજા'નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં બેકડ્રોપમાં આદિ ઉડુપી રોડ હતો, જે પ્રખ્યાત ઉડુપી માલપે બીચને જોડે છે. રોડ ખાડાઓથી ભરેલો જોવા મળે છે.

Archive

આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતો. જે તમે અહીં જોઈ શકો છો. indiatoday.in | mangaloretoday.com

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો આંધ્રપ્રદેશના ભાજપના ઉપાધ્યક્ષ વિષ્ણુ વર્ધન રેડ્ડી દ્વારા પણ તેમના સત્તાવાર ટ્વિટર પર 28 ઓગસ્ટ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ એવું લખ્યું હતું કે, કર્ણાટકના ઉડુપીમાં કોંગ્રેસના શાસન હેઠળના રસ્તાઓ પરના ખાડા એટલા મોટા છે કે યમરાજ અને ચિત્રગુપ્તે પણ લાંબી કૂદની સ્પર્ધા ગોઠવી છે!

Archive

આજ માહિતી અને વીડિયો સાથેના સમાચાર અમને રિપબ્લિક વર્લ્ડ દ્વારા પણ તેના સત્તાવાર યુટ્યુબ પર 28 ઓગસ્ટ, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાડાવાળા રસ્તા પર માપ લઈ રહેલા યમરાજનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહિ પરંતુ કર્ણાટકના ઉડુપી ખાતે બનેલી ઘટનાનો છે. આ ઘટનાને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો ખાડાવાળા રસ્તા પર યમરાજના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False