મહારાષ્ટ્રમાં લોકડાઉનના નામે એક વર્ષ જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રમાં પોલીસ દ્વારા લોકડાઉનની કડક અમલવારી શરુ થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Atul Lashkri નામના ફેસબુક યુઝર દ્વારા 24 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લોકડાઉન ની પ્રસાદી ચાલું મહારાષ્ટ્ર મા. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રમાં પોલીસ દ્વારા લોકડાઉનની કડક અમલવારી શરુ કરવામાં આવી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને TRUE TIME MEDIA દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 25 માર્ચ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ભારતમાં લોકડાઉનના સમયમાં કરફ્યુનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ દ્વારા લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો.

આજ વીડિયો અમને અન્ય સોશિયલ મીડિયા યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Indian Railway Traveler – AK | Level 20 BackPack | Trishul Katgale

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક ફેસબુક યુઝર Kirti Patel દ્વારા તેના ફેસબુક પર 30 માર્ચ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.  

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અમરાવતીના ડેપ્યુટી કમિશનર શશિકાંત સાતવનો સંપર્ક કરતાં તેઓએ આ વીડિયોને જૂનો હોવાની સાથે જણાવ્યું હતું કે, “જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એ માર્ચ 2020 નો છે. આ વર્ષે જે લોકડાઉન લગાવવામાં આવ્યું તેના નિયમો પહેલાના લોકડાઉન કરતાં અલગ છે. આ લોકડાઉનમાં મેડિકલ, કરિયાણા, દૂધની દુકાનો, ઓફિસો (15 ટકા ક્ષમતાને મંજૂરી), માલ પરિવહન પર કોઈ પ્રતિબંધ નથી. લોકો સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી બજારમાં ખરીદી કરી શકે છે અથવા બહારનું જે પણ કંઈ કામ હોય એ કરી શકે છે. આ લોકડાઉનમાં લોકો ખૂબ જ સાવધ છે. લોકડાઉનમાં તેમને મારવાની કે લોકડાઉનના ઉલ્લંઘન બદલ પોલીસ સ્ટેશન લઈ જવાની જરુર નથી પડી રહી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:મહારાષ્ટ્રમાં લોકડાઉનના નામે એક વર્ષ જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False