વાયરલ વીડિયોમાં બળાત્કારીને ગોળી મારતી મહિલાની ઘટના વાસ્તવિક નથી પરંતુ એક ખૂબ જ જૂની ફિલ્મનું દ્રશ્ય છે…
કોલકાતા રેપ કેસને લઈને આખો દેશ ગુસ્સાથી સળગી રહ્યો છે. મૃતક પીડિતાને ન્યાય મળવાની આશામાં તે આરોપી સંજયને કડકમાં કડક સજાની માંગ કરી રહી છે. આ દરમિયાન એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમા તે રૂમમાં પિસ્તોલ તાકી ફાયરિંગ કરતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં રહ્યો છે કે, […]
કોલકાતા રેપ કેસને લઈને આખો દેશ ગુસ્સાથી સળગી રહ્યો છે. મૃતક પીડિતાને ન્યાય મળવાની આશામાં તે આરોપી સંજયને કડકમાં કડક સજાની માંગ કરી રહી છે. આ દરમિયાન એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમા તે રૂમમાં પિસ્તોલ તાકી ફાયરિંગ કરતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં રહ્યો છે કે, “આ મહિલાએ કોર્ટમાં તેની સાત વર્ષની દીકરી પર બળાત્કાર કરનાર વ્યક્તિને ગોળી મારી દીધી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલાએ કોર્ટમાં તેની સાત વર્ષની દીકરી પર બળાત્કાર કરનાર વ્યક્તિને ગોળી મારી દીધી હતી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વીડિયોને નાના કીફ્રેમમાં તોડી નાખ્યો અને રિવર્સ ઇમેજ સર્ચ કર્યું. અમે જોયું કે એ જ વાયરલ વીડિયો X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. 5 માર્ચ, 2024 ના રોજ પોસ્ટ કરાયેલ કેપ્શન મુજબ, આ Der fall Bachmeier kein Zeit für tranen નામની મૂવીનું દ્રશ્ય છે. કેપ્શન મુજબ, તે મરિયાને બેચમેયરની વાર્તા કહે છે, જેમણે 6 માર્ચ, 1981ના રોજ લ્યુબેક ડિસ્ટ્રિક્ટ કોર્ટના કોર્ટરૂમમાં ક્લાઉસ ગ્રેબોવસ્કીની હત્યા કરી હતી કારણ કે તેણે મરિયાનેની 7 વર્ષની પુત્રી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેની હત્યા કરી હતી.
પ્રાપ્ત માહિતીની મદદથી, અમે આ ફિલ્મ વિશે વધુ શોધવાનું શરૂ કર્યું. જ્યાં અમને એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ Themoviedb.org પરથી જાણવા મળ્યું કે આ ફિલ્મ વર્ષ 1984માં રીલિઝ થઈ હતી, જે મેરિયન બેચમેયર નામની મહિલાની વાર્તા પર આધારિત હતી.
આ પછી અમે યુટ્યુબ પર આ ફિલ્મ શોધવાનું શરૂ કર્યું, અને અમને ત્યાં સંપૂર્ણ ફિલ્મ મળી. વાયરલ દ્રશ્ય અહીં 1 કલાક 19 મિનિટ (આર્કાઇવ) પર જોઈ શકાય છે.
બાદમાં આ ફિલ્મ અંગ્રેજીમાં નો ટાઈમ ફોર ટીયર્સઃ ધ બેચમીયર કેસ તરીકે રજૂ કરવામાં આવી હતી.
ફિલ્મની વાર્તા બતાવે છે કે 1981માં મેરિઆન બેચમેયરે તેની પુત્રીના બળાત્કારી અને હત્યારાને કોર્ટમાં ગોળી મારી દીધી હતી. આ ફિલ્મમાં મરિયાને બેચમેયરની ભૂમિકા ઑસ્ટ્રિયન અભિનેત્રી મેરી કોલ્બેને ભજવી હતી. જેના નિર્દેશક હાર્ક બોમ હતા.
આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત હોવાથી અમે તેને લગતા મીડિયા રિપોર્ટ્સ તપાસ્યા. આ અંગે અમને મળેલા ધ સન અહેવાલમાં જણાવાયું છે કે પશ્ચિમ જર્મનીમાં મરિયાને બેચમેયર નામની મહિલાએ કોર્ટમાં એક પુરુષની ગોળી મારીને હત્યા કરી હતી. જેનું નામ ક્લાઉસ ગ્રેબોવસ્કી હતું, તેણે મેરિયન બેચમેયરની પુત્રી અન્ના પર બળાત્કાર અને હત્યા કરી હતી. જે પછી, 6 માર્ચ, 1981 ના રોજ, કોર્ટમાં સુનાવણી દરમિયાન, ક્લાઉસ ગ્રેબોવસ્કીની મારિયાને બેચમેયર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં મરિયાને બેચમેયરને હત્યાના આરોપમાં 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ 3 વર્ષ બાદ તે જામીન પર છૂટી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો એક ફિલ્મમાંથી લેવામાં આવેલ સીન છે, જે એક સત્ય ઘટના પર આધારિત છે. જ્યારે વાર્તા એક જર્મન મહિલાની હતી જેણે કોર્ટમાં સુનાવણી દરમિયાન તેની પુત્રી પર બળાત્કાર અને હત્યા કરનાર વ્યક્તિને ખરેખર ગોળી મારી હતી. તેના પર બનેલી ફિલ્મનો એક વીડિયો તેને વાસ્તવિક માનીને શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:વાયરલ વીડિયોમાં બળાત્કારીને ગોળી મારતી મહિલાની ઘટના વાસ્તવિક નથી પરંતુ એક ખૂબ જ જૂની ફિલ્મનું દ્રશ્ય છે...
Fact Check By: Frany KariaResult: False