તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગાઝિયાબાદના લાલ કુઆન ખાતે એક ફેક્ટરીમાં દીપડો ઘૂસી આવ્યો હતો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2022 માં તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં ‘હેટેરો ફાર્મા’ કંપની ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

NavGujarat Samay નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગાઝિયાબાદના લાલ કુઆનમાં એક દીપડો એક ફેક્ટરીમાં ઘુસી ગયો. દીપડાને જોતા જ કારખાનામાં હોબાળો મચી ગયો હતો અને લોકો અહીં-તહીં દોડવા લાગ્યા હતા... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગાઝિયાબાદના લાલ કુઆ ખાતે એક ફેક્ટરીમાં દીપડો ઘૂસી આવ્યો હતો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર Kanak News દ્વારા 18 ડિસેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં ‘હેટેરો ફાર્મા’ કંપની ખાતે દીપડો ઘૂસી આવ્યો હતો એ ઘટનાનો આ વીડિયો છે.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અન્ય કેટલાક મીડિયા માધ્યમો દ્વારા વર્ષ 2022 માં યુટ્યુબ પર મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. TV9 Telugu Live | TV5 News | Sakshi TV

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2022 માં તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં ‘હેટેરો ફાર્મા’ કંપની ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ગાઝિયાબાદની ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False