જાણો તરબૂચમાં કેમિકલના ઈન્જેક્શન મારી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તરબૂચમાં કેમિકલના ઈન્જેક્શન લગાવી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બજારમાં વેચાઈ રહેલા તરબૂચને લાલ રંગનું બનાવવા માટે તેમાં કેમિકલનું ઈન્જેક્શન લગાવવામાં આવે છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તરબૂચમાં કેમિકલના ઈન્જેક્શન લગાવી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

એક ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તરબૂચ માં લાલ ક્લર ના ઈન્જેકશન લગાવી ને વેચવામાં આવે છે વિડિઓ જોઈલો.. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બજારમાં વેચાઈ રહેલા તરબૂચને લાલ રંગનું બનાવવા માટે તેમાં કેમિકલનું ઈન્જેક્શન લગાવવામાં આવે છે તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયોનું લાંબુ વર્ઝન “સોશિયલ મેસેજ” નામના ફેસબુક પેજ પર 29 એપ્રિલના રોજ અપલોડ કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ પોસ્ટની સાથે લખ્યું છે – તરબૂચ ખાનારાઓ અવશ્ય જોવો, તમારા સ્વાસ્થ્ય સાથે કેવી રીતે રમત રમાઈ રહી છે તેનાથી સાવચેત રહો.

આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોયા બાદ આ વીડિયોમાં 28 સેકન્ડમાં એક ડિસ્ક્લેમર દેખાય છે. આ ડિસ્ક્લેમરમાં લખ્યું છે કે, આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે અને લોકજાગૃતિ ફેલાવવાના હેતુથી બનાવવામાં આવ્યો છે. 

અમારી વધુ તપાસમાં અમે સોશિયલ મેસેજ પેજ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. પેજના બાયો સેક્શનમાં લખ્યું છે કે, અહીં હાજર કેટલાક વીડિયો સ્ક્રિપ્ટેડ છે, જે લોકજાગૃતિ અને મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યા છે.

વાયરલ વીડિયો સોશિયલ મેસેજની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકાય છે. આ ચેનલ મનોરંજન માટે વીડિયો બનાવે છે. નીચે સંપૂર્ણ વીડિયો જોઈ શકાય છે.

ચેનલ પર વાયરલ વીડિયો જેવા અન્ય વીડિયો પણ જોઈ શકાય છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, ચેનલે આ વીડિયો લોકજાગૃતિ અને મનોરંજન માટે બનાવ્યો છે.

તરબૂચમાં હાનિકારક રસાયણો – 

તરબૂચમાં રહેલા રસાયણો ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. નિષ્ણાતો કહે છે કે, ક્યારેક તરબૂચ પર સફેદ કે પીળો પાવડર જોવા મળે છે, જેને ધૂળ ગણીને સાફ કરવામાં આવે છે. પરંતુ તે ધૂળ નહીં પણ કેલ્શિયમ કાર્બાઇડ પાવડર હોઈ શકે છે. તેના ઉપયોગથી ફળ ઝડપથી પાકે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તરબૂચમાં કેમિકલના ઈન્જેક્શન લગાવી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તરબૂચમાં કેમિકલના ઈન્જેક્શન મારી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Misleading

Leave a Reply