પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જય શાહની સાથે પાકિસ્તાનના આર્મી ચીફ બાજવાનો દીકરો સાઆદ બાજવા છે…? જાણો શુ છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશના ગૃહમંત્રી અમિત શાહના દીકરા જય શાહનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જય શાહની સાથે ફોટોમાં જે યુવક દેખાઈ રહ્યો છે એ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાનો દીકરો સાઆદ બાજવા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જય શાહની સાથે ફોટોમાં જે યુવક દેખાઈ રહ્યો છે એ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાનો દીકરો સાઆદ બાજવા નહીં અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો ભાઈ યશરાજ રૌતેલા છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Abbas Changvadiya Withrg નામના ફેસબુક પેજ દ્વારા 04 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પાકિસ્તાની આર્મી ચીફ બાજવા નો છોકરો અને અમિત સાહ નો છોકરો ભેગા ફોટો સૂટ કરાવે ને અહીં અંધ ભક્તો હિન્દૂ મુસ્લિમ કરી રહ્યા છે…. હવે તો સમજો ભકતો….. . આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જય શાહની સાથે ફોટોમાં જે યુવક દેખાઈ રહ્યો છે એ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાનો દીકરો સાઆદ બાજવા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને andhram.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર 30 ઓગષ્ટ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટોમાં જય શાહની સાથે ઉર્વશી રૌતેલા અને તેનો ભાઈ યશરાજ રૌતેલા છે. વધુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ દુબઈમાં આયોજિત એશિયા કપની ભારત-પાકિસ્તાન મેચ સમયનો ફોટો છે.

Archive

આ વેબસાઇટ પર અમને જય શાહ અને યશરાજ રૌતેલાનો બીજો ફોટો પણ જોવા મળ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.

તેના પરથી અમે અનુમાન લગાવ્યું કે, જય શાહ સાથે દેખાઈ રહેલો યુવક યશરાજ રૌતેલા છે.

અમારી વધુ તપાસમાં અમને AsliUrvashians નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર યશરાજ અને ઉર્વશી રૌતેલાનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો જેમાં તેઓ સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ રહ્યા છે. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, ઉર્વશી તેના ભાઈ યશરાજ સાથે મેચ જોઈ રહી છે.

આ પછી અમે યશરાજ રૌતેલાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોયું. તેણે 28 ઓગસ્ટે દુબઈના સ્ટેડિયમમાંથી તેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

આમાં તમે જોઈ શકો છો કે યશરાજે એ જ કપડાં પહેર્યા છે જે વાયરલ ફોટોમાં જોવા મળે છે.

વધુમાં અમને 29 ઓગસ્ટ, 2022 ના રોજ બોલતા હિન્દુસ્તાનની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચારની માહિતી પરથી અમને જાણવા મળ્યું કે, પાકિસ્તાની જનરલ બાજવાના પુત્ર સાઆદ બાજવા પણ દુબઈમાં ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે હાજર હતા.

Archive

તમે જોઈ શકો છો કે, વાયરલ ફોટોમાં જય શાહ સાથે પીળી ટી-શર્ટ પહેરેલો યુવક યશરાજ રૌતેલા છે. અને ઉપરોક્ત ફોટોમાં લીલી ટી-શર્ટ પહેરેલો યુવક સાઆદ બાજવા છે. તમે આ બંનેના ફોટો વચ્ચેનો તફાવત નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જય શાહની સાથે ફોટોમાં જે યુવક દેખાઈ રહ્યો છે એ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાનો દીકરો સાઆદ બાજવા નહીં અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો ભાઈ યશરાજ રૌતેલા છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જય શાહની સાથે પાકિસ્તાનના આર્મી ચીફ બાજવાનો દીકરો સાઆદ બાજવા છે…? જાણો શુ છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False