શું ખરેખર મતગણના અધિકારીનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

બિહાર વિધાનસભા દરમિયાન અને મતગણના બાદ ઘણા વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેમાં એક વિડિયો હાલ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા સમાચાર સંસ્થાઓને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલા મતગણના અધિકારી છે અને તે બિહારમાં પુરી થયેલી ચૂંટણી પર પોતાની પ્રક્રિયા આપી રહ્યા છે અને આપતી જતાવી રહ્યા છે.”

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના નેતા પ્રેમચંદ ગુડ્ડુની દિકરી રશ્મિ બૌરાસી છે અને મતગણના અધિકારી નથી, વિડિયો મધ્યપ્રદેશના સાંવેરમાં ચૂંટણીની મતગણના દિવસનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Girirajsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલા મતગણના અધિકારી છે અને તે બિહારમાં પુરી થયેલી ચૂંટણી પર પોતાની પ્રક્રિયા આપી રહ્યા છે અને આપતી જતાવી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણઆમો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 10 નવેમ્બરની એક ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “ઈન્દોરની સાંવેર સીટ પર કોંગ્રેસ દ્વારા મતગણનામાં ગોટાળાનો આરોપ લગાવ્યો.

ARCHIVE

આ ફેસબુક પોસ્ટને ધ ખબરદાર ન્યુઝ નામના ફેસબુક પેજ પર પ્રકાશિત કરવામાં આવી હતી. 

ત્યારબાદ ઉપરોક્ત માહિતીને ધ્યાનમાં રાખી સર્ચ કરતા અમને આ વિડિયો ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ-મધ્યપ્રદેશ દ્વારા 10 નવેમ્બરના પ્રસારિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. આ પોસ્ટ સાથે માહિતી આપી હતી કે, “ઈન્દોરની સાંવેર સીટની પરસ્થિતી, પહેલા લોકતંત્રની હત્યા અને હવે મતગણનામાં ગોટાળો, મધ્યપ્રદેશમાં બીજેપીને આ રીતે જીત મળી હતી.

FACEBOOK | ARCHIVE

મધ્યપ્રદેશ નેશનલ કોંગ્રેસ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ વિડિયોને પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 

ARCHIVE

ત્યારબાદ અમે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને યુટ્યુબ પર બંસલ ન્યુઝ નામની યુટ્યુબ ચેનલનો એક વિડિયો મળ્યો હતો, જેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “ઈન્દોર: સાંવેર પેટા ચૂંટણીની મતગણના રોકાઈ.” તેમજ નીચે આપેલી માહિતીમાં લખવામાં આવ્યુ હતુ કે, “ઈન્દોર: સાંવેર પેટાચૂંટણીની મતગણના રોકાઈ, કોંગ્રેસ ઉમેદવાર પ્રેમચંદ ગુડ્ડુની દિકરીઓએ હગામો કર્યો. વહિવટી અધિકારીઓ પર આરોપ લગાવ્યો કે અનાધિકૃત વ્યક્તિયોંને મતગણના કક્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો અને મતગણનાને પ્રભાવિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો.

Archive

ઉપરોક્ત વિડિયોની સાથે આપવામાં આવેલી માહિતીના આધારે અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને આ વાતની પૃષ્ટી કરવા અમે પ્રેમચંદ ગુડ્ડુના પુત્ર અજિત બૌરાસીનો સંપર્ક કર્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, વિડિયોમાં જોવા મળતી મહિલા તેમની બહેન છે અને તે સરકાર તરફથી ત્યા ગઈ ન હતી. તેમજ તેમણે વધુ જણાવ્યુ હતુ કે, “વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોવા મળતી મહિલા મારી નાની બહેન છે. જેનું નામ રશ્મી બૌરાસી છે, મધ્યપ્રદેશના સાંવેરમાં થયેલી પેટાચૂંટણીમાં મતગણનાના દિવસનો આ વિડિયો છે. મારી બહેન તે દિવસે ત્યાં કોંગ્રેસ પાર્ટીની એજન્ટ બનીને ગઈ બતી. તે સરકાર તરફથી ત્યાં ન હતી ગઈ.” 

નવીદુનિયા ન્યુઝ દ્વારા આ અંગેનો એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં આ માહિતી આપવામાં આવી હતી. 

તેમજ યુટ્યુબ પર એક વિડિયો અમને પ્રાપ્ત થયો હતો. જેમાં 0.51 થી 1.18 મિનિટ સુધી વાયરલ થઈ રહેલી વિડિયો જોઈ શકાય છે. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ મહિલા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના નેતા પ્રેમચંદ ગુડ્ડુની દિકરી રશ્મિ બૌરાસી છે અને મતગણના અધિકારી નથી, વિડિયો મધ્યપ્રદેશના સાંવેરમાં ચૂંટણીની મતગણના દિવસનો છે.

Avatar

Title:શું ખરેખર મતગણના અધિકારીનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False