
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક પેજ દ્વારા 14 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભક્તોની નવી માં.. ડોન અબુ સાલેમ જોડે… બાકી ભક્તો ની માયુ આવા જ ધંધા કરે છે.. હે ભક્તો હવે તો કંઈક કયો…. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં કંગના રાનાવત સાથે દેખાતો વ્યક્તિ ગેંગસ્ટર અબુ સાલેમ છે. આ પોસ્ટને 547 લોકોએ લાઈક કરી હતી. 13 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા તેમજ 78 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં કંગના રાનાવત સાથે દેખાતો વ્યક્તિ ગેંગસ્ટર અબુ સાલેમ છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સર્ચ કરતાં અમને આ ફોટો ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વધુમાં અમને huffingtonpost.in નામની વેબસાઈટ પર તેના સંપાદક માર્ક મેન્યૂઅલ દ્વારા લખવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો પ્રાપ્ત થયો હતો. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘કંગનાએ એ જાણવું જોઇએ કે તે પોતે એટલી પ્રભાવશાળી છે કે તેને તેના અંગત જીવનને ચર્ચાનો વિષય ન બનાવવો જોઈએ.’ વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, આ ફોટો ખારના કોર્નર હાઉસ ખાતે લેવામાં આવ્યો હતો.

કંગના રાનાવત સાથે ફોટોમાં દેખાતા વ્યક્તિ માર્ક મેન્યૂઅલ એક પત્રકાર છે. જેઓ જે-તે સમયે Huffpost ના એડિટર હતા. જેમના વિશેની માહિતી તમે નીચે જોઈ શકો છો.
વધુમાં અમને આજ ફોટો માર્ક મેન્યૂઅલ દ્વારા ફેસબુક પર 15 સપ્ટેમ્બર, 2020 ના રોજ શેર કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કંગના રાનાવતની ફિલ્મ ‘સિમરન’ની ઉજવણી માટે તેઓ મળ્યા હતા.
નીચે તમે ગેંગસ્ટર અબુ સાલેમ અને માર્ક મેન્યૂઅલ વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં કંગના રાનાવત સાથા દેખાતો વ્યક્તિ ગેંગસ્ટર અબુ સાલેમ નહીં પરંતુ પત્રકાર માર્ક મેન્યૂઅલ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં કંગના રાનાવત સાથા દેખાતો વ્યક્તિ ગેંગસ્ટર અબુ સાલેમ નહીં પરંતુ પત્રકાર માર્ક મેન્યૂઅલ છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર ફોટોમાં કંગના રાનાવત સાથે દેખાતો વ્યક્તિ અબુ સાલેમ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
