આ વિડિયો ગુજરાતના સુરતના વરાછા બેઠકનો નથી, પરંતુ પશ્ચિમ બંગાળના દમદમ વિસ્તારનો છે. ત્યા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન આ ઘટના બની હતી.

ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં પ્રથમ ફેસનું મતદાન તારીખ 1 ડિસેમ્બર 2022ના થયુ હતુ. જેમાં વિધાનસભાની 182 પૈકીની 89 બેઠક પર મતદાન કરવામાં આવ્યુ હતુ સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં પ્રથમ ફેસમાં મતદાન યોજાયુ હતુ. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયોને શેર કરવામાં આવી રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતની વરાછા બેઠક પર બોગસ મતદાન કરવામાં આવ્યુ હતુ તેનો આ વિડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Umarmia Kashya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 December 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતની વરાછા બેઠક પર બોગસ મતદાન કરવામાં આવ્યુ હતુ તેનો આ વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
ટ્વિટર પર પણ આ જ દાવા સાથે આ વિડોય શેર કરવામાં આવી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વિડિયો નો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ટીવીનાઈન બાંગ્લાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં સમાન વિઝ્યુલ પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને માહિતી આપવામાં આવી હતી કે, “આ ઘટના દક્ષિણ દમદમના વોર્ડ 33ના બૂથ 106ના એજન્ટ મતમાં નોંધી હતી. દક્ષિણ દમદમ નગરપાલિકાના વોર્ડ 33માં મતદાન લેકવ્યુ સ્કૂલ ખાતે યોજાયું છે. એજન્ટ પોતે મતદારોને રોકે છે અને ઈવીએમનું બટન દબાવે છે. તે વિડિયો જુઓ.”
તેમજ અમારી બંગાળ ટીમ દ્વારા પણ અમને જણાવવામાં આવ્યુ હતુ કે, પશ્ચિમ બંગાળમાં 108 મ્યુનિસિપલ સીટો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં આ ગેરરીતિ દમદમ નામના સ્થળે એક બૂથમાં થઈ હતી. પરંતુ તેઓએ એમ પણ જણાવ્યું કે અનિયમિતતા કોણ કરી રહ્યું છે અથવા તેઓ કયા પક્ષના છે તે અંગે કોઈ સત્તાવાર અહેવાલો નથી. દક્ષિણ દમદમના વોર્ડ 33ના બૂથ 106નો એજન્ટ મત નોંધી રહ્યો છે.
આ સમાચાર બાંગ્લા સ્થાનિક મિડિયા દ્વારા પણ આપવામાં આવ્યા છે. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટના દક્ષિણ દમદમના એક બૂથમાં બની હતી. અમારી બંગાળી ટીમે પુષ્ટિ કરી છે કે બૂથ એજન્ટ બંગાળી બોલે છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સુરતના વરાછા બેઠકનો નથી, પરંતુ પશ્ચિમ બંગાળના દમદમ વિસ્તારનો છે. ત્યા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન આ ઘટના બની હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:સુરતના વરાછા વિસ્તારમાં બોગસ વોટિંગ થયાનો ભ્રામક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
