વર્ષ 2020ના જૂના વિડિયોને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાનનો આ વાયરલ વિડિયો છે. જે 2020નો છે. જેને ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારની રેલીના નામે ફેલાવવામાં આવી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ક પહેરીને ફરતો એક વ્યક્તિનો વિડિયો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં અરવિંદ કેજરીવાલને આ વ્યક્તિ સાથે ચાલતા જોઈ શકીએ છીએ જ્યારે તે વ્યક્તિ માસ્ક પહેરે છે અને કેજરીવાલ પણ તેની સામે હસતા જોઈ શકાય છે.

વાયરલ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલી દરમિયાનનો આ વિડિયો છે જ્યાં લોકો વડાપ્રધાન મોદીના માસ્ક પહેરીને ફરતા હોય છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gujju Mandali – ગુજ્જુ મંડળી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલી દરમિયાનનો આ વિડિયો છે જ્યાં લોકો વડાપ્રધાન મોદીના માસ્ક પહેરીને ફરતા હોય છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોઈને તપાસ શરૂ કરી, જેમાંથી અમને વિડિયોના જમણા ખૂણામાં આકાશ સાગર લખેલું જોવા મળ્યું. આ માહિતીને ધ્યાનમાં રાખીને, અમે સોશિયલ મિડિયા પર કીવર્ડ સર્ચ કર્યું જેના પરિણામે આકાશ સાગર નામના ઇન્સ્ટાગ્રામ યુઝરની પ્રોફાઇલ મળી જેણે 26 જાન્યુઆરી 2020ના રોજ આ વિડિયો અપલોડ કર્યો હતો. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “એક રાજનેતાના જીવનમાં એક દિવસ. ફીટ માસ્ક અને કેટલાક રાજકારણીઓ.” આ વિડિયો સાથે આપવામાં આવેલા હેશટેગ મુજબ આ વિડિયો માત્ર મનોરંજનના હેતુ માટે છે.

આ વિડિયો આકાશ સાગર દ્વારા 9 એપ્રિલ 2020ના રોજ ‘યે સબકો યાદ રહેગા’ કેપ્શન સાથે ફરીથી શેર કરવામાં આવ્યો હતો. આના પરથી સ્પષ્ટ થઈ શકે છે કે વાયરલ થયેલો વિડિયો ગુજરાત ચૂંટણી પ્રચાર સમયનો હોઈ શકે નહીં.

આગળ, અમે કીવર્ડ સર્ચ દ્વારા આ વિડિયોથી સંબંધિત સમાચારો શોધી કાઢ્યા, જેના પરિણામે અમને ઘણા સમાચાર મળ્યા, જે મુજબ આ વિડિયોમાં દિલ્હીમાં 2020ની વિધાનસભા ચૂંટણીના સમય વિશે જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ તે સમયે તદ્દન અનોખો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલની અરવિંદ કેજરીવાલની ગુજરાતની રેલી દરમિયાનનો નથી. પરંતુ  વર્ષ 2020માં યોજાયેલી દિલ્હીના ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે. હાલની ગુજરાતની ચૂંટણી સાથે તેને કોઈ દેવા નથી.  

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વર્ષ 2020ના જૂના વિડિયોને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context