શું ખરેખર આસામમાં CAB ના સમર્થનની ખુશીમાં લોકો કપડાં ઉતારીને ખુશી મનાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

‎‎‎‎Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 13 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આસામમાં નાગરિક સંશોધન બિલ ને ખુશીમાં લોકો કપડા ઉતારી ખુશી મનાવે છે અને કોંગ્રેસ અને દેશદ્રોહી પાર્ટીઓ એમ કહે છે કે આ આસામ માં બહુ તકલીફ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આસામમાં નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં લોકો દ્વારા કપડાં ઉતારીને ખુશી મનાવવામાં આવી. આ પોસ્ટને 185 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આસામ ખાતે નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં લોકો દ્વારા કપડાં ઉતારીને ખુશી મનાવવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને telegraphindia.com દ્વારા 8 જાન્યુઆરી, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ક્રિષક મુક્તિ સંગ્રામ સમિતિ (KMSS) ના કાર્યકરો તેમજ તેના સહયોગી સંગઠનો દ્વારા નાગરિકતા સુધારા બિલ, 2016 ના વિરોધ માટે 7 જાન્યુઆરી, 2019 ના રોજ દિલ્હી ખાતે સંસદ ભવનની બહાર નિર્વસ્ત્ર થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને અન્ય કેટલાક મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. theshillongtimes.com | Archive | opindia.com | Archive

આ ઉપરાંત અમને OutlookMagazine દ્વારા પણ આ સમાચારને યુટ્યુબ પર 7 જાન્યુઆરી, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતા તમામ વ્યક્તિઓને જોઈ શકો છો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આસામમાં CAB ના સમર્થનમાં લોકો દ્વારા નિર્વસ્ત્ર થઈને ખુશી મનાવવામાં આવી હોવાની માહિતી ખોટી છે. હકીકતમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો દિલ્હી ખાતે જાન્યુઆરી 2019 માં ક્રિષક મુક્તિ સંગ્રામ સમિતિના કાર્યકરો દ્વારા નિર્વસ્ત્ર થઈને સંસદ ભવનની આગળ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આસામમાં CAB ના સમર્થનમાં લોકો દ્વારા નિર્વસ્ત્ર થઈને ખુશી મનાવવામાં આવી હોવાની માહિતી ખોટી છે. હકીકતમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો દિલ્હી ખાતે જાન્યુઆરી 2019 માં ક્રિષક મુક્તિ સંગ્રામ સમિતિના કાર્યકરો દ્વારા નિર્વસ્ત્ર થઈને સંસદ ભવનની આગળ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર આસામમાં CAB ના સમર્થનની ખુશીમાં લોકો કપડાં ઉતારીને ખુશી મનાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •