Break The Fake: ટ્રેનની ભીડના ચાર વર્ષ જૂના ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વિડિયો વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં લેવાયેલી પરિક્ષા સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

ઉત્તર પ્રદેશમાં 15 અને 16 ઓક્ટોબરના પ્રિલિમિનરી એલિજિબિલિટી ટેસ્ટનું આયોજન કરાયુ હતુ. જેના કારણે ઉત્તર પ્રદેશમાં ચાલતી ટ્રેનો અને બસોમાં ભરાયેલા ઉમેદવારોની તસવીરો અને વિડિયો ખૂબ વાયરલ થઈ રહી હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રેન પર લટકતા જઈ રહેલા યુવાનોને જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુપીમાં હાલમાં લેવામાં આવેલી પરિક્ષા આપવા જઈ રહેલા યુવાનોનો આ વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુપીમાં હાલમાં લેવામાં આવેલી પરિક્ષા આપવા જઈ રહેલા યુવાનોનો આ વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જે વિડિયો 28 ફેબ્રુઆરી 2018ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “આ દ્રશ્યો માત્ર પટનામાં જ જોવા મળશે.” જે વિડિયો તમે નીચે જોઈ શકો છો.

નોર્થ-સેન્ટ્રલ રેલવે દ્વારા પણ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ વિડિયો અંગે સ્પષ્ટીકરણ આપ્યુ હતુ અને જણાવ્યુ હતુ કે, આ વિડિયોને લઈ કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું કહ્યુ હતુ. જે તે નીચે જોઈ શકો છો.

Archive

ઉત્તરપ્રદેશ ના માહિતી વિભાગ દ્વારા પણ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી માહિતી આપવામાં આવી હતી અને સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહેલા વિડિયોને ઉત્તર પ્રદેશમાં લેવાયેલી પરિક્ષાનો હોવાની વાત તદ્દન ખોટી છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં લેવાયેલી પરિક્ષા સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Break The Fake: ટ્રેનની ભીડના ચાર વર્ષ જૂના ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False