શું ખરેખર ગોપાલ ઇટાલિયાનો આ ફોટો હાલનો દિલ્હીમાં જેલમાં ગયા તેનો છે...? જાણો શું છે સત્ય....
ગોપાલ ઇટાલિયાનો આ ફોટો હાલનો નહિં પરંતુ પાંચ મહિના જૂનો છે. હાલમાં દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી તેનો ફોટો નથી.
આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે રાષ્ટ્રીય મહિલા આયોગે 9 ઓક્ટોબર, 2022ના રોજ વડાપ્રધાન મોદી અને મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને 13 ઓક્ટોબર, 2022ના રોજ બપોરે 12.30 વાગ્યે કમિશન સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસે ગોપાલ ઈટાલિયાને કસ્ટડીમાં લીધા હતા અને ત્રણ કલાક બાદ તેમને ઓખલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કર્યા હતા. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો હાલનો છે ગોપાલ ઇટાલિયાને દિલ્હી પોલીસે પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો તે સમયનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Akash Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ફોટો હાલનો છે ગોપાલ ઇટાલિયાને દિલ્હી પોલીસે પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો તે સમયનો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો મે 2022નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયેલા આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં ઉધના પોલીસ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક ફરિયાદમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિત 16 સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આપના કાર્યકરોને મારવાના મુદ્દે પણ સાત જણા સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.” જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ટીવીનાઈન ગુજરાતી દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેમાં પણ ગોપાલ ઇટાલિયાનો આ ફોટો પ્રસારિત કરવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શો છો.
આમ આદમી પાર્ટીના ગુજરાતના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ઘટનાના અન્ય ફોટો 2 મે 2022ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ગોપાલ ઈટાલિયાનો આ ફોટો હાલનો નહિં પરંતુ પાંચ મહિના જુનો છે. હાલમાં દિલ્હીમાં ઘરપકડ કરવામાં આવી ત્યારનો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર ગોપાલ ઇટાલિયાનો આ ફોટો હાલનો દિલ્હીમાં જેલમાં ગયા તેનો છે...? જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False