કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ધાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

Missing Context આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં જ કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપની શરુઆત થઈ છે ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ઘાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેમાં કુરાનની આયાત વાંચી રહેલા લોકોનું દ્રશ્ય વર્ષ 2021 માં કતારના થુમામા સ્ટેડિયમ ખાતે યોજાયેલા એક સ્થાનિક અમીર કપ સમયનો છે. આ વીડિયોને ગુજરાતની તાજેતરની કતાર ખાતેના FIFA ફૂટબોલ વર્લ્ડકપ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક પેજ દ્વારા 21 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જયારે કુઆઁનની તીલાવત સાથે ફિફા વલ્ડઁકપ-૨૦૨૨ની શરૂઆત થઇ…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ઘાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને 23 ઓક્ટોબર, 2021ના રોજ Yallakora નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો કતારમાં અલ-થુમામા વર્લ્ડકપ સ્ટેડિયમમાં તેના ઉદ્ઘાટન સમયે લેવામાં આવ્યો છે. 

Instagram Post

અમારી વધુ તપાસમાં અમને દોહા ન્યૂઝ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 24 ઓક્ટોમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કતારના અલ થુમામા સ્ટેડિયમના ઉદ્ઘાટન સમયે આ પ્રકારે બાળકો દ્વારા કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેમાં કુરાનની આયાત વાંચી રહેલા લોકોનું દ્રશ્ય વર્ષ 2021 માં કતારના થુમામા સ્ટેડિયમ ખાતે યોજાયેલા એક સ્થાનિક અમીર કપ સમયનો છે. આ વીડિયોને ગુજરાતની તાજેતરની કતાર ખાતેના FIFA ફૂટબોલ વર્લ્ડકપ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ધાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context

Leave a Reply