Fake News: રાહુલ ગાંધીની રાજકોટ રેલી દરમિયાન ખુરશીઓ ખાલી રહી હોવાનો ભ્રામક વિડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

રાજકોટની રાહુલ ગાંધીની રેલીમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તેમની રેલી શરૂ થઈ તે પહેલાનો છે. તે સમયે લોકો સભા સ્થળ પર આવી રહ્યા હતા.

ગુજરાતની ચૂંટણીને લઈ સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ત્યારે હાલમાં ભારત જોડો યાત્રાનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં રાજકોટ અને સુરત બે સ્થળો પર રેલીનું આયોજન કર્યુ હતુ અને ઉપસ્થિત રહ્યા હતા. આ પૃષ્ટભૂમિ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં ખુરશીઓ ખાલી જોઈ શકાય છે. આ વિડિયોને  શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધીની રાજકોટ રેલી દરમિયાન લોકોની ભીડ આવી ન હતી અને સભા સ્થળની ખુરશીઓ ખાલી રહી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Prashant Umrao નામના ટ્વિટર યુઝર દ્વારા તારીખ 21 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધીની રાજકોટ રેલી દરમિયાન લોકોની ભીડ આવી ન હતી અને સભા સ્થળની ખુરશીઓ ખાલી રહી હતી..”

Twitter | Archive | twitter archvie

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને કોંગ્રેસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રાજકોટની રેલીનો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે વિડિયોમાં જ્યાં સુધી નજર જાય ત્યા સુધી લોકોની ભીડ જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વાયરલ વિડિયોમાં જે સ્થળ જોવા મળે છે. તે જ સ્થળ પરથી વિડિયો પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. જેમાં મોટી સંખ્યામાં લોકોને સભામાં હાજર જોઈ શકાય છે.

દિવ્યભાસ્કર દ્વારા રાજકોટની રાહુલ ગાંધીની સભાના જૂદા-જૂદા એંગલથી ઘણા વિડિયો પ્રસારિત કર્યા હતા. જે તમે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો. 

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ટીવીનાઈન ગુજરાતી ન્યુઝ ચેનલના સ્થાનિક રિપોર્ટર રોનક મજીઠિયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો રાહુલ ગાંધીની સભા શરૂ થઈ તે પહેલાનો હતો, રાહુલ ગાંધીની સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખોટી માહિતી સાથે લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો રાહુલ ગાંધીની રેલી શરૂ થઈ તે પહેલાનો છે. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટા દાવા સાથે રેલી પહેલાનો વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.


(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: રાહુલ ગાંધીની રાજકોટ રેલી દરમિયાન ખુરશીઓ ખાલી રહી હોવાનો ભ્રામક વિડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False