બોસ્ટન યુનિવર્સિટીમાં ધરપકડ કરાયેલા પ્રોફેસરનો કોરોના સાથે કોઈ સંબંધ નથી…જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

બોસ્ટન યુનિવર્સિટીમાં ધરપકડ કરાયેલા પ્રોફેસરનો કોરોના સાથે કોઈ સંબંધ નથી…જાણો શું છે સત્ય…Vimal Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. BREAKING & SHOCKING NEWS Finally FBI arrested a Professor from Boston University who was in connection with Chinese university and research lab in Wuhan, and was highly paid by China. Now it is very close to clear that Corona virus is a Bio Attack planned and conducted by China. A Chinese expert assures everybody that inhalation of a steam from hot water kills Corona virus 100 percent. Even if the virus entered the Nose, throat or Lungs. Corona Virus can not stand the hot water steam. નવી અને ચોંકાવનારી સમાચાર છેવટે એફબીઆઈએ બોસ્ટન યુનિવર્સિટીના એક પ્રોફેસરની ધરપકડ કરી હતી, જે વુહાનમાં ચાઇનીઝ યુનિવર્સિટી અને સંશોધન પ્રયોગશાળાના સંબંધમાં હતો, અને તેને ચાઇના દ્વારા ખૂબ ચૂકવણી કરવામાં આવી હતી. હવે તે સ્પષ્ટ થવા માટે ખૂબ નજીક છે કે કોરોના વાયરસ ચાઇના દ્વારા આયોજિત અને હાથ ધરવામાં આવતો બાયો એટેક છે. એક ચાઇનીઝ નિષ્ણાત દરેકને ખાતરી આપે છે કે ગરમ પાણીમાંથી વરાળ લેવાથી કોરોના વાયરસનું 100 ટકા મોત થાય છે. ભલે વાયરસ નાક, ગળા અથવા ફેફસામાં દાખલ થયો હોય. કોરોના વાયરસ ગરમ પાણીની વરાળ standભા (વિકસિત) કરી શકતા નથી. લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બોસ્ટન યુનિવર્સિટીમાં કાર્યરત એક પ્રોફેસરને ચીન માટે કામ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે, જેનાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોના વાયરસ ચીનનું આયોજિત કાવતરું છે.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમેરિકામાં કયા પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી હતી તે અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. રોયટર્સ દ્વારા 28 જાન્યુઆરી, 2020ના રોજ પ્રકાશિત એક અહેવાલ મુજબ, હાર્વર્ડ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી અને કેમિકલ બાયોલોજી વિભાગના વડા, પ્રો. ચાર્લ્સ લિબરની સાથે બોસ્ટન યુનિવર્સિટી અને બોસ્ટન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત બે ચીની સંશોધનકારોની ધરપકડ કરવામાં આવી હતી. તેઓની ચીન સાથેના સંબંધો છુપાવવા અને અમેરિકાથી સંશોધન ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

રોયટર્સ | સંગ્રહ

સમાચારમાં ક્યાંય આ ત્રણેયનો કોરોના સાથે કોઈ સંબંધ હોવાનો ઉલ્લેખ નથી. ઉલ્લેખનીય છે કે, યુ.એસ. ન્યાય વિભાગ દ્વારા જારી કરાયેલ અખબારી યાદીમાં એ પણ કહેવામાં આવ્યું નથી કે ત્રણેયને કોરોના વાયરસની રચનામાં અથવા ચીનને તેના વેચાણમાં અથવા તેમના કોરોના ઉત્પાદનમાં કોઈ સંડોવણી છે કે કેમ.

પ્રા. લાઈબરે ચીનથી યુએસ સરકારને મળેલી નાણાકીય સહાયની વિગતો આપી નથી. ચીને વિશ્વભરના સંશોધનકારોને આકર્ષવા માટે હજાર પ્રતિભા યોજનાની શરૂઆત કરી છે. તે અંતર્ગત પ્રા. લાઈબર ચીનની એક યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા. બદલામાં તેમને કરોડો રૂપિયા અપાયા હતા. તેણે હાર્વર્ડ યુનિવર્સિટીને આ બાબતની જાણ કરી નહોતી. પૂછપરછ દરમિયાન તેણે ખોટી માહિતી પણ આપી હતી, જેના આધારે તેના પર આરોપ મૂકાયો હતો.

ધરપકડ કરાયેલા અન્ય બે ચીની સંશોધનકારોમાં બોસ્ટન યુનિવર્સિટીના રોબોટિક્સ સંશોધનકાર યાંકિંગ યેનો સમાવેશ થાય છે. એક ચીની સૈન્યના અધિકારીને છુપાવવા માટે જાસૂસી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. કેન્સરના સંશોધનકર્તા ઝાઓસંગ ઝેંગની પ્રયોગશાળામાંથી કેન્સરના નમૂનાઓ ચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

ત્રણેયને કોરોના વાયરસના ઉત્પાદન અથવા વેચાણ સાથે જોડવામાં આવ્યા નથી. એફબીઆઇના નિવેદનમાં જણાવાયું છે કે આ ત્રણેય પર નાણાકીય જાસૂસી અને સંશોધન ચોરી માટે કાર્યવાહી કરવામાં આવશે.

FBI | ARCHIVE

તો શું કોરોના ગરમ વરાળથી મરી જાય છે?

આ પોસ્ટમાં એ દાવો પણ કરવામાં આવ્યો છે કે ગરમ પાણીને બાફતી વખતે કોરોના વાયરસનું 100 ટકા મૃત્યુ થાય છે. પરંતુ રોગ નિયંત્રણ માટેના યુ.એસ. કેન્દ્રો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવું કહ્યું નથી કે વરાળ કોરોનાને મટાડે છે. તેથી, શરદી-ખાંસીના કિસ્સામાં ગરમ ​​પાણીની વરાળ લેવાની સલાહ આપવામાં આવે છે, તેમ છતાં, તે કોરોનાને મટાડવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.

રોયટર્સ | સંગ્રહ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમેરિકામાં ધરપકડ કરાયેલા પ્રોફેસરો અને સંશોધનકારોનો કોરોના વાયરસ સાથે કોઈ સંબંધ નથી. જુદા જુદા કારણોસર તેમની ધરપકડ કરવામાં આવી હતી.

વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે કોરોના વાયરસ માનવસર્જિત નથી. તેથી, આ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અસત્ય છે.

Avatar

Title:બોસ્ટન યુનિવર્સિટીમાં ધરપકડ કરાયેલા પ્રોફેસરનો કોરોના સાથે કોઈ સંબંધ નથી…જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False