કોલ રેકોર્ડ કરવામાં આવશે તે અફવા ફેલવતો મેસેજ ફરી વાયરલ થયો…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Gujarat Bureau નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*એલર્ટ* આવતીકાલથી નવા સંચારના નિયમો લાગુ કરવામાં આવશે: – 1. બધા કોલ રેકોર્ડિંગ્સ હશે. 2. બધી જ કોલ રેકોર્ડિંગ્સ સાચવવામાં આવશે. 3. વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને બધા સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે. 4. જે લોકો જાણતા નથી તે બધાને જાણ કરો. 5. તમારા ઉપકરણો મંત્રાલય સિસ્ટમ્સ સાથે કનેક્ટ થશે. 6. કોઈને ખોટો સંદેશ ન મોકલવા પર ધ્યાન આપો. 7. તમારા બાળકો, ભાઈઓ, સંબંધીઓ, મિત્રો, પરિચિતોને, દરેકને જાણ કરો કે તમારે તેમની સંભાળ લેવી જોઈએ અને સોશિયલ સાઇટ્સને ભાગ્યે જ ચલાવવી જોઈએ. 8.કોઈપણ પોસ્ટ કે વિડીયો..વગેરે જેને તમે રાજકારણ અથવા વર્તમાન પરિસ્થિતિ પર સરકાર અથવા વડા પ્રધાનની સામે મેળવો છો મોકલો નહીં. 9. અત્યારે કોઈપણ રાજકીય કે ધાર્મિક મુદ્દે સંદેશ લખવો કે મોકલવો એ ગુનો છે….આવું કરવાથી વોરંટ વિના ધરપકડ થઈ શકે છે. 10.પોલિસ એક નોટિફિકેશન દૂર કરશે…. ત્યારબાદ સાયબર ક્રાઇમ … ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે તે ખૂબ ગંભીર છે 11. કૃપા કરીને તમે બધા, જૂથ સભ્યો, સંચાલકો, … કૃપા કરીને આ વિષય પર વિચાર કરો. 12. કોઈ ખોટો સંદેશ ન મોકલવાની કાળજી રાખો અને દરેકને જાણ કરો અને આ વિષયની સંભાળ રાખો. 13. કૃપા કરીને તેને શેર કરો… જૂથો વધુ સજાગ અને સાવચેત હોવા જોઈએ. આભાર..” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નવા સંચારના નિયમો લાગુ કરવામાં આવશે અને બધાકોલ રેકોર્ડ કરવામાં આવશે, રેકોર્ડિંગ સાચવીને રાખવામાં આવશે.

FACEBOOK | ARCHIVE

હાલમાં CAA અને NRCને લઈ ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યમાં હિંસક પ્રદર્શનો ચાલી રહ્યા છે. જ્યારે આ બધા વચ્ચે સોશિયલ મિડિયામાં પણ ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલો મેસેજ ગુજરાતના તમામ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યો છે. 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો મેસેજ નવેમ્બર મહિનાની શરૂઆતમાં જે સમયે અયોધ્યામાં રામ મંદિર પર ચૂકાદો આવવાનો હતો ત્યારે પણ વાયરલ થયો હતો. ત્યારે પણ ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતી દ્વારા આ મેસેજની પડતાલ કરવામાં આવી હતી. 

હાલ આ મેસેજમાં થોડા સુધારા કરી ફરી વાયરલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નો સંપર્ક સાધ્યો હતો અને તેમને આ મેસેજ અંગેની પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારે કોઈ નિયમો લાવવામાં નથી આવ્યા, આપના માધ્યમથી લોકોને અપીલ કરીશું કે આ પ્રકારે ખોટા મેસેજ ન ફેલાવે અને આ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહે.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ નવા નિયમ સરકાર દ્વારા લાવવામાં આવવામાં નથી આવ્યા લોકોમાં ભ્રામક્તા ફેલવવા ફરી કોલ રેકોર્ડ ના નામે મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ નવા નિયમ સરકાર દ્વારા લાવવામાં આવવામાં નથી આવ્યા લોકોમાં ભ્રામક્તા ફેલવવા ફરી કોલ રેકોર્ડ ના નામે મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:કોલ રેકોર્ડ કરવામાં આવશે તે અફવા ફેલવતો મેસેજ ફરી વાયરલ થયો…

Fact Check By: Yogesh Karia 

Result: False