Fake News: GSTVનો બનાવટી સ્ક્રિનશોટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો... જાણો શું છે સત્ય....
GSTV દ્વારા આ પ્રકારે કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. આ ફેક સ્ક્રિનશોટથી લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીના ગૃહરાજ્ય અને ભાજપાના ગઢ મનાતા એવા ગુજરાતમાં આગામી સમય વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં પણ વાતાવરણ ગરમ જોવા મળી રહ્યુ છે. હાલમાં જીએસટીવી ન્યુઝ ચેનલનો એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જે સ્ક્રિનશોટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીએસટીવીના મહાસર્વેમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Asha Sonaviya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીએસટીવીના મહાસર્વેમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જીએસટીવી દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “સોશિયલ મીડિયામાં GSTVના LOGO સાથે એક પ્લેટ (મેસેજ) વાયરલ થઈ રહી છે. જેની સાથે GSTVને કોઈ નિસ્બત નથી. અમે આ પ્રકારનો કોઈ મહાસર્વે કર્યો જ નથી જેમાં આપ ગુજરાતમાં વિજેતા બની રહી છે. આ કેટલાક રાજકીય સોશિયલ ટેકનોક્રેટના ભેજાની પેદાશ છે. જેમને GSTVના નામનો દુરોપયોગ કરી આ પ્રકારની પ્લેટ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રાજકીય માઈલેજ મેળવવાનો પ્રયાસ કર્યો છે.”
GSTV દ્વારા તેમના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પણ આ અંગે ખુલાસો કર્યો હતો અને લખ્યુ હતુ કે, “ગુજરાતમાં ચૂંટણી સમયે Fake મેસેજની જેમ ચૂંટણીમાં જીતના દાવાઓ કરતા પોલ પણ Fake થઈ રહ્યાં છે. હાલમાં સોશિયલ મીડિયામાં GSTVના LOGO સાથે એક પ્લેટ (મેસેજ) વાયરલ થઈ રહી છે. જેની સાથે GSTVને કોઈ નિસ્બત નથી. અમે આ પ્રકારનો કોઈ મહાસરવે કર્યો જ નથી જેમાં આપ ગુજરાતમાં વિજેતા બની રહી છે. આ કેટલાક રાજકીય સોશિયલ ટેકનોક્રેટના ભેજાની પેદાશ છે. જેમને GSTVના નામનો દુરોપયોગ કરી આ પ્રકારની પ્લેટ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રાજકીય માઈલેજ મેળવવાનો પ્રયાસ કર્યો છે. GSTVનું મેનેજમેન્ટ આ પ્રકારની હરકતને સખત શબ્દોમાં વખોડે છે. પોલીસ ઈચ્છે તો આ પ્રકારના કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરીને આવા ગુનાઓ કરતા ગુનેહગારોને શોધી સબક શિખવાડી શકે છે પરતું ગુનાહિત માનસ ધરાવતા આવી વ્યક્તિઓ જોડે ભગબટાઈ કરી પોતાના ઉલ્લું સીધા કરવા માગતા હોય અને ગુનેહગારોને સાચવવા માગતા હોય તો ઈશ્વર જ એમનું ભલું કરી શકે છે....”
તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે GSTV ડિજિટલના ન્યૂઝ એડિટર કરન રાજપૂત સાથે વાત કરી હતી તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ગુજરાતમાં ચૂંટણી સમયે Fake મેસેજની જેમ ચૂંટણીમાં જીતના દાવાઓ કરતા પોલ પણ Fake થઈ રહ્યાં છે. હાલમાં સોશિયલ મીડિયામાં GSTVના LOGO સાથે એક પ્લેટ (મેસેજ) વાયરલ થઈ રહી છે. જેની સાથે GSTVને કોઈ નિસ્બત નથી. અમે આ પ્રકારનો કોઈ મહાસરવે કર્યો જ નથી જેમાં આપ ગુજરાતમાં વિજેતા બની રહી છે. આ કેટલાક રાજકીય સોશિયલ ટેકનોક્રેટના ભેજાની પેદાશ છે. જેમને GSTVના નામનો દુરોપયોગ કરી આ પ્રકારની પ્લેટ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રાજકીય માઈલેજ મેળવવાનો પ્રયાસ કર્યો છે. GSTVનું મેનેજમેન્ટ આ પ્રકારની હરકતને સખત શબ્દોમાં વખોડે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જીએસટીવી દ્વારા આ પ્રકારે કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. આ ફેક સ્ક્રિનશોટ હોવાની પૃષ્ટી થઈ છે અને આ મેસેજને વાયરલ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવાનું જણાવવામાં આવ્યુ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:GSTVનો બનાવટી સ્ક્રિનશોટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો... જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False