શું ખરેખર સરપંચ વિકાસના કામ ન હતો કરતો એટલે ગ્રામજનો દ્વારા તેને મારમારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Jay Vachhraj Member નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ગામનો સરપંચ વિકાસ ના કામ નતો કરતો તો ગામ વાળા ઓ એ સરપંચ ને ધોઈ નાખયો ધ્યાન રાખો તે સમય હવે આવી ગયોછે કે તેસરપંચ ભલે ને પછી દેસ નો સરપંચ હોય કે નાના ગામ નો હોય તે વિકાસ નહી કરે અને વિકાસ ની ખાલી વાતો કરસેતો તેને પણ જનતા ધોઈ નાખસે એ નક્કી છેશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આપોસ્ટ પર 4 લોકોએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. 788 લોકોએ આ વિડિયોને નિહાળ્યો હતો અને 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સરપંચ ગામમાં વિકાસના કાર્યો ન હતો કરતો એટલો ગ્રામજનો દ્વારા તેને મારમારવામાં આવ્યો હતો.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ તેમાં ક્યાંય પણ પોસ્ટને સંબંઘિત માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

અમારી પડતાલને આગળ વધારી હતી અને આ ઝગડાની વચ્ચે અમને એક મધ્યપ્રદેશના નંબર વાળી બાઈક જોવા મળી હતી. તેથી અમે ગૂગલ પર “मध्य प्रदेश में सरपंच की पिटाई की गई” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જેના પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના મધ્યપ્રદેશના મનસા તાલુકા નીમચ ગામનો છે જ્યા વરસાદને કારણે ભારે નુકશાન થયુ હતુ જેની મહિલા સરપંચના પતિ દ્વારા કોઈ નોંધ ન લેવામાં આવતા ગ્રામજનોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. વિકાસના કામો ન કરતા હોવાને લઈ મારમારવામાં આવ્યો હોવાની વાત ખોટી છે. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ARCHIVE

HARIBHOOMI.COMARCHIVE
NDTVARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, સરપંચ વિકાસના કામો ન કરતા હોવાને લઈ મારમારવામાં આવ્યો હોવાની વાત ખોટી છે. વરસાદના કારણે આવેલા પુર બાદ મહિલા સરપંચના પતિ દ્વારા મુલાકાત લેવામાં ન હતી આવી. જેને લઈ ગ્રામજનોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, સરપંચ વિકાસના કામો ન કરતા હોવાને લઈ મારમારવામાં આવ્યો હોવાની વાત ખોટી છે. વરસાદના કારણે આવેલા પુર બાદ મહિલા સરપંચના પતિ દ્વારા મુલાકાત લેવામાં ન હતી આવી. જેને લઈ ગ્રામજનોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. 

Avatar

Title:શું ખરેખર સરપંચ વિકાસના કામ ન હતો કરતો એટલે ગ્રામજનો દ્વારા તેને મારમારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False