શું ખરેખર ફ્રાંસમાં રસ્તા પર નમાઝ પઢતા રોકવા માટે પોલીસ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ફ્રાન્સમાં તાજેતરમાં થયેલી હિંસા પછી, ફ્રાન્સમાં ચાલી રહેલા વિરોધને લગતી ખોટી માહિતીથી સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે. આ વચ્ચે પોલીસ લોકો પર પાણીનો મારો અને ટીઅર ગેસના શેલનો ઉપયોગ કરે છે તેવો એક વીડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છો અને એવો દાવો કરી રહ્યો છે કે, ફ્રેન્ચ પોલીસ રસ્તામાં નમાઝ કરતા મુસ્લિમો વિરૂદ્ધ કાર્યવાહી કરે છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો તુર્કીનો વર્ષ ૨૦૧૨નો છે જ્યારે કોપ્સે વિરોધીઓને વિખેરવા માટે પાણીની મારો અને ટીઅર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફ્રેન્ચ પોલીસ રસ્તામાં નમાઝ કરતા મુસ્લિમો વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 9 નવેમ્બર 2012ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો જેવો જ વિડિયો હતો. જેના કેપ્શન અને વિવરણમાં તુર્કી ભાષામાં લખાયેલું હતું કે. “હકીકરીના યિંગદસેકોવા જિલ્લામાં ‘સિવિલ ફ્રાઈડેની પ્રાર્થના’ દરમિયાન બનેલી ઘટનાછે. જો કે, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

ત્યારબાદ અમારી પડતાલને અમે આગળ વઘારી હતી અને યિંગદસેકોવો શહેર કયાં આવેલુ છે. તે જાણવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, તે ફ્રાન્સમાં આવેલુ નથી. તે ઇરાનની સરહદ પર સ્થિત તુર્કીનો હકીકરી પ્રાંતનું એક શહેર અને એક જિલ્લા છે. તેમજ એ પણ સ્પષ્ટ છે કે, આ વિડિયો તાજેતરનો નથી અને ફ્રાન્સમાં ચાલી રહેલા વિરોધ સાથે તેનો કોઈ સંબંધ નથી.

આગળ, અમે ગુગલ પર વર્ષ 2012માં તુર્કીમાં બનેલી ઘટના અંગેના સમાચારો અહેવાલો શોધવા માટે સંબંધિત કીવર્ડ સાથે શોધ કરી હતી. 9 નવેમ્બર, 2012 ના રોજ હર્બર ટર્ક નામની તુર્કીની વેબસાઇટ દ્વારા પ્રકાશિત ઘટના અંગેના સમાચાર અહેવાલો પ્રાપ્ત થયા હતા. રિપોર્ટ અનુસાર, શાળાના વિદ્યાર્થીઓનું એક જૂથ સેંજીઝ ટોપલ સ્ટ્રીટ પર બહાર આવ્યું હતું અને જેલોમાં ચાલી રહેલા ભૂખ હડતાલ તરફ ધ્યાન દોરવા ધરણાનું આયોજન કર્યુ હતુ. આ શુક્રવારની પ્રાર્થના સાથે અથડામણમાં આવી હતી અને જ્યારે જૂથ વારંવાર ચેતવણી આપ્યા પછી વિખેરાઇ ન હતી, ત્યારે પોલીસે પાણીનો મારો કર્યો હતો અને અશ્રુ ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો. નવા અહેવાલોમાં આ ઘટનાની ઘણી અન્ય ફોટો પણ જોવા મળે છે. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તુર્કીનો વર્ષ ૨૦૧૨નો છે જ્યારે કોપ્સે વિરોધીઓને વિખેરવા માટે પાણીની મારો અને ટીઅર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Avatar

Title:શું ખરેખર ફ્રાંસમાં રસ્તા પર નમાઝ પઢતા રોકવા માટે પોલીસ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False