ફ્રાન્સ દ્વારા 183 પાકિસ્તાનીના વિઝા રદ્દ કર્યા હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સે 183 પાકિસ્તાનીના વિઝા રદ કર્યા તેમજ 118 પાકિસ્તાનીઓને ફરજિયાત ડિપોર્ટ કરી દેવાયા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને Consulate General Of Pakistan France નામના ફેક ટ્વિટર પરથી ટ્વિટ કરવામાં આવી હતી. જેનું ફ્રાન્સમાં રહેલી પાકિસ્તાનની એમ્બેસી દ્વારા ખોટી ઠેરવવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Divya Bhaskar નામના ફેસબુક પેજ દ્વારા 3 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફ્રાન્સે 183 પાકિસ્તાનીના વિઝા રદ કર્યા તેમજ 118 પાકિસ્તાનીઓને ફરજિયાત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે.

screenshot-www.facebook.com-2020.11.04-21_35_58.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ઘણા બધા મીડિયા હાઉસ દ્વારા આ માહિતી પોસ્ટ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો.  loksattanews.co.in | m.dailyhunt.in

જે ટ્વિટ પરથી આ માહિતી વાયરલ થઈ એ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

https://twitter.com/PakConsulateFr/status/1322495811993903104

Archive

વધુ તપાસમાં અમને પેરિસ ખાતેની પાકિસ્તાનની એમ્બેસી  Embassy of Pakistan, Paris, France દ્વારા 1 નવેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે,  @PakConsulateFr એ એક ફેક ટ્વિટર એકાઉન્ટ છે તેમજ આ એકાઉન્ટ પર આપવામાં આવેલ માહિતી તદ્દન ભ્રામક છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને schengenvisainfo.com દ્વારા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને Consulate General Of Pakistan France નામના ફેક ટ્વિટર પરથી ટ્વિટ કરવામાં આવી હતી. જેનું ફ્રાન્સમાં રહેલી પાકિસ્તાનની એમ્બેસી દ્વારા ખોટી ઠેરવવામાં આવી છે.

Avatar

Title:ફ્રાન્સ દ્વારા 183 પાકિસ્તાનીના વિઝા રદ્દ કર્યા હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False