भूषण बी वैष्णव નામના ફેસબુક યુઝર દ્વારા 13 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોવિડ મેડિકલ કીટ ઘરે આવશ્યક:

1. પેરાસીટામોલ

2. માઉથવોશ અને ગારગેલ માટે બીટાડિન

3. વિટામિન સી અને ડી 3

5. બી સંકુલ

6. વરાળ માટે વરાળ + કેપ્સ્યુલ્સ

7. ઓક્સિમીટર

8. ઓક્સિજન સિલિન્ડર (ફક્ત કટોકટી માટે)

9. આરોગ્ય સેતુ એપ્લિકેશન

10. શ્વાસ લેવાની કસરતો

કોવિડ ત્રણ તબક્કાઓ:

1. માત્ર નાકમાં કોવિડ - પુન recoveryપ્રાપ્તિનો સમય અડધો દિવસ છે. (સ્ટીમ ઇન્હેલિંગ), વિટામિન સી સામાન્ય રીતે તાવ નથી. એસિમ્પટમેટિક.

2. ગળામાં કોવિડ - ગળું દુખાવો, પુન recoveryપ્રાપ્તિનો સમય 1 દિવસ (ગરમ પાણીનો ગાર્ગલ, પીવા માટે ગરમ પાણી, જો કામચલાઉ હોય તો પેરાસીટામોલ. વિટામિન સી, બીકોમપ્લેક્સ. જો એન્ટીબાયોટીક કરતા તીવ્ર હોય તો.

3. ફેફસાંમાં કોવિડ- ઉધરસ અને શ્વાસ લેવામાં 4 થી 5 દિવસ. (વિટામિન સી, બી કોમ્પ્લેક્સ, ગરમ પાણીનો ગાર્ગલ, oxક્સિમીટર, પેરાસીટામોલ, સિલિન્ડર જો ગંભીર હોય, તો પ્રવાહીનો ઘણો જથ્થો હોય, deepંડા શ્વાસ લેવાની કસરત.

જ્યારે હોસ્પિટલનો સંપર્ક કરવો ત્યારે સ્ટેજ:

ઓક્સિજનના સ્તરને મોનિટર કરો. જો તે 43 (સામાન્ય 98-100) ની નજીક જાય છે, તો તમારે ઓક્સિજન સિલિન્ડરની જરૂર છે. જો ઘરે ઉપલબ્ધ હોય, તો પછી કોઈ અન્ય હોસ્પિટલમાં દાખલ નહીં.

* સ્વસ્થ રહો, સલામત રહો! *

મહેરબાની કરીને ભારતમાં તમારા સંપર્કો પર નવું. તમે ક્યારેય જાણતા નથી કે તે કોને મદદ કરે છે.

ટાટા ગ્રૂપે સારી પહેલ શરૂ કરી છે, તેઓ ચેટ દ્વારા નિ doctorsશુલ્ક ડોકટરોની પરામર્શ પૂરી પાડે છે. આ સુવિધા તમારા માટે શરૂ કરવામાં આવી છે જેથી તમારે ડોકટરો માટે બહાર જવાની જરૂર ન પડે અને તમે ઘરે સલામત રહે.

લિંકની નીચે, હું દરેકને આ સુવિધાનો લાભ લેવા વિનંતી કરું છું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા કોરોના વાયરસની ઘરેલુ ઉપચાર માટેની મેડિકલ કીટની માહિતી આપવામાં આવી. આ પોસ્ટને 36 લોકોએ લાઈક કરી હતી. 2 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.07.21-18_10_03.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા કોરોના વાયરસની ઘરેલુ ઉપચાર માટેની મેડિકલ કીટની માહિતી આપવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને Ujjwal Sabharwal દ્વારા 13 જૂન, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેમના દ્વારા ટાટા ડિજિટલ હેલ્થને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ મેસેજ સાથે એવું પૂછવામાં આવ્યું હતું કે, વોટ્સએપ પર કોરોના વાયરસ માટેના ઘરેલુ ઉપચાર અંગે ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા મેડિકલ કીટની જે માહિતી ફરી રહી છે તે સાચી છે કે નહીં એ અંગે તમે સાચી માહિતી જણાવશો. જેના જવાબમાં ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા કોરોના વાયરસ માટે આ પ્રકારની કોઈ પણ ઘરેલુ મેડિકલ કીટની માહિતી બહાર પાડવામાં આવી નથી.

Archive

Archive

અમારી વધુ તપાસમાં અમને Tata Health દ્વારા જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પર ટાટા ડિજિટલ હેલ્થના નામે ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે તે કોરોના વાયરસને લગતી કોઈ પણ શંકા કે પ્રશ્નોના નિવારણ માટે ઓનલાઈન ડોક્ટર કે નજીકના હોસ્પિટલનો સંપર્ક કરવો હિતાવહ છે.

Archive

અમારી ઓડિયા તેમજ મલયાલમ ટીમ દ્વારા પણ આ માહિતીની સત્યતા ચકાસવામાં આવી હતી.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા કોરોના વાયરસની ઘરેલુ ઉપચાર માટેની મેડિકલ કીટની જે માહિતી આપવામાં આવી છે એ ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા આપવામાં નથી આવી. ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા કોરોના વાયરસની ઘરેલુ ઉપચાર માટેની મેડિકલ કીટની જે માહિતી આપવામાં આવી છે એ ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા આપવામાં નથી આવી. ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા કોરોના વાયરસ માટેની ઘરેલુ મેડિકલ કીટ અંગેની માહિતી આપવામાં આવી..?

Fact Check By: Vikas Vyas

Result: False