તુર્કીમાં આવેલા ભૂકંપના નામે જૂના ફોટો વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કૂતરાના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં તુર્કી ખાતે આવેલા ભૂકંપ બાદના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને આ ફોટોને તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
આજ્ઞા ગોર શૈવપંથી નામના ફેસબુક યુઝર દ્વારા 30 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં તુર્કી ખાતે આવેલા ભૂકંપ બાદના છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને alamy.com દ્વારા 18 ઓક્ટોમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટો પ્રાપ્ત થયા હતા. આ ફોટોને જારોસ્લાવ નોસ્કા નામના ફોટોગ્રાફર દ્વારા પાડવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને આ ફોટોને તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી.
Title:તુર્કીમાં આવેલા ભૂકંપના નામે જૂના ફોટો વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False