શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મુસ્લિમો દ્વારા છિંકો ખાઈને કોરોના વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય…

Coronavirus False સામાજિક I Social

વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા 2 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મીયાભાઈ નહીં સુધરે કોરોના વાયરસ ફેલાવવા છિકો ખાય છે બોલો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુસ્લિમ ભાઈઓ દ્વારા છિંકો ખાઈને કોરોના વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે. આ પોસ્ટને 14 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.06.06-18_37_02.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પ્રમાણે મુસ્લિમ ભાઈઓ દ્વારા છિંકો ખાઈને કોરોના ફેલાવવામાં આવી રહ્યો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને islami lara اسلامی لارہ નામની યુટ્યુબ ચેનલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ‘Aya din mi ye jayez hi’શીર્ષક સાથે 29 જાન્યુઆરી, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

હવે આ વીડિયોમાં મુસ્લિમ ભાઈઓ શું કરી રહ્યા છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી હતું. અમારી વધુ તપાસમાં એ માલૂમ પડ્યું હતું કે, આજ વીડિયો SufiLeaks નામના ફેસબુક પેજ પર Sufi people doing strange rituals શીર્ષક સાથે 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેનો ગુજરાતી અર્થ ‘સૂફી લોકો અજબ રિવાજ કરે છે’ એવો થાય છે. વધુમાં આજ વીડિયો એક મલેશિયાઈ ભાષાના ફેસબુક પેજ પર પણ 17 માર્ચ, 2020 ના રોજ  ‘Dzikir Made in ASWAJA (Ahlul SUFI Wal-Jahiliyah)’ શીર્ષક સાથે મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, ઘણા લોકોએ વીડિયોને સૂફી પરંપરા સાથે સરખાવ્યો છે. વધુમાં અમે Dzikir શબ્દને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ મલેશિયાઈ શબ્દનો અંગ્રેજી અર્થ Dikr થાય છે. વિકિપીડિયા અનુસાર, આ શબ્દને જિક્ર, થિકર અથવા જકર પણ લખવામાં આવે છે. જેનો અર્થ ભગવાનને યાદ કરવો, ભગવાનના નામનો જાપ કરવો થાય છે. સૂફી સંપ્રદાયમાં આ પ્રકારની પ્રાર્થના ખૂબ જ મહત્વપૂર્ણ છે.

image3.png

વિકીપીડિયા

વધુ તપાસમાં અમને A Culture of Sufism: Naqshbandis in the Ottoman World, 1450-1700 પુસ્તકના સંદર્ભ પ્રાપ્ત થયા હતા. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, સુફી સંપ્રદાયમાં બે પ્રકારના જિક્ર હોય છે. એકમાં હ્રદયમાં ભગવાનને યાદ કરવામાં આવે છે. બીજામાં ભગવાનના નામનું ઉચ્ચારણ કરવામાં આવે છે. આ બીજા પ્રકારમાં ભગવાનના નામનો જપ કરતી સમયે ગળામાંથી કરવત વડે લાકડું કપાતું હોય એવો અવાજ ઉત્પન્ન થાય છે.

એજ વાયરલ વીડિયોમાં ભક્તો દ્વારા જપ કરતા જોઈ શકાય છે.

image4.png

 A Culture of Sufism (Google Books)

Sufi Bodies: Religion and Society in Medieval Islam પુસ્તકમાં આ સ્વર જિક્ર કરવાની એક વિસ્તૃત વિધી આપવામાં આવી છે. એ અનુસાર, ડાબીથી જમણી બાજુ ગરદન ફેરવીને ઘૂંટણના બળે બેસીને આ પ્રકારે પ્રાર્થના કરવામાં આવે છે. હું વારંવર આવું કરતો હતો. અમે એક શ્વાસમાં ભગવાનનું નામ લેતા હતા. આવું કરતી વખતે એવું લાગે છે કે, લાકડું વહેરાઈ રહ્યું હોય.

image5.png

Sufi Bodies (Google Books)

સેપિયન વેબસાઇટ પરના એક લેખમાં જણાવાયું છે કે, સુફી સમુદાયના લોકો એકસાથે આવીને આ રીતે પ્રાર્થના કરે છે. શરૂઆતમાં જપ ધીમે ધીમે શરૂ કરવામાં આવે છે. પછી ચોક્કસ ગતિએ ઊર્જા વધતાં શ્વાસમાંથી ચોક્કસ અવાજ આવે છે. આ રીતે પ્રાર્થના કરવા માટે પ્રેક્ટિસની જરૂર પડે છે. આ માટેની તૈયારી પણ કરવી પડે છે. આમ કરવું એ ભગવાન તરફથી ઉપહાર માનવામાં આવે છે.

image2.jpg

Sapiens

ઇન્ટરનેટ પર જિક્ર પ્રાર્થનાના ઘણા વીડિયો ઉપલબ્ધ છે. તમે નીચે તેનું ઉદાહરણ જોઈ શકો છો. એવું જાણવા મળ્યું છે કે, હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મુસ્લિમ ભક્તો કોરોનાને ચેપ લગાડવા માટે આમ કરી રહ્યા નથી. તેઓ ભગવાનની ઉપાસના કરી રહ્યા છે. તે તેમની ભક્તિ પરંપરાનો એક ભાગ છે. તેનો હેતુ કોરોના ફેલાવવાનો નથી.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મુસ્લિમ ભાઈઓ છિંકો ખાઈને કોરોના નથી ફેલાવી રહ્યા પરંતુ આ પ્રકારે તેઓ ભગવાનની ઉપાસના કરી રહ્યા છે. જે ભક્તિ પરંપરાનો એક ભાગ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મુસ્લિમ ભાઈઓ છિંકો ખાઈને કોરોના નથી ફેલાવી રહ્યા પરંતુ આ પ્રકારે તેઓ ભગવાનની ઉપાસના કરી રહ્યા છે. જે ભક્તિ પરંપરાનો એક ભાગ છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મુસ્લિમો દ્વારા છિંકો ખાઈને કોરોના વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય…?

Fact Check By: Vikas Vyas 

Result: False