શું ખરેખર વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડની જીત માટે RSS ના મુખ્ય મથક પર યોજાયો હવન...? જાણો સત્ય...
Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા 15 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, સોશિયલ મીડિયા માં મારી એટલે કે સંજય ગઢીયા ની દરેક પોસ્ટ માં નરેન્દ્ર મોદી ભાજપ કે RSS ને અંગ્રેજો નાં એજન્ટ અંગ્રેજો નાં દલાલ અંગ્રેજો નાં બાતમીદાર અંગ્રેજો નાં ખુશામતખોરો જેવા શબ્દો થી નવાજવામાં આવે છે. કારણ કે RSS નાં સાવરકરે 9 વખત અંગ્રેજો ને માફી લખી આપેલી. તથા અંગ્રેજો ની કોર્ટ માં આ RSS એ ગવાહી આપી શહીદ ભગતસિંહ રાજગુરુ તથા સુખદેવ ને ફાંસી અપાવેલી. તેમ છતા આ લોકો નો અંગ્રેજો ઉપર નો પ્રેમ આજે પણ એવો જ છે તે આ ફોટા થી જોઈ શકાય છે. ક્રિકેટ વર્લ્ડકપ માં અંગ્રેજોની જીત માટે આ લોકો એ હવન કરેલો તે જોવો સાબીતી સાથે.
???? લી. સંજય ગઢીયા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 646 લોકોએ લાઈક કરી હતી. 36 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 81 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય મથક નાગપુર ખાતે વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની જીત માટે હવનનું યોજન કરવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ इंग्लेन्ड की जीत के लिए संघ मुख्यलय में हवन સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટના ફોટોમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, ભૈયાજી જોશી અને દત્તાત્રેય જેવા વરિષ્ટ નેતાઓને શોધવાની કોશિશ કરી હતી પરંતુ આ ફોટોમાં આ નેતાઓ ક્યાંય પણ જોવા મળતા ન હતા.
ત્યાર બાદ અમે વિદર્ભના પ્રદેશના સંઘના પ્રચાર પ્રમુખ અનિલ સાંબરે સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ માહિતી તદ્દન ખોટી છે. હાલમાં આ પ્રકારના કોઈ જ હવનનું આયોજન વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની જીત માટે સંઘ મુખ્યાલય ખાતે કરવામાં આવ્યું ન હતું. કેટલાક ઠગબાજો દ્વારા આ પ્રકારની ખોટી માહિતી લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. તેમજ સંઘના મોટા ભાગના બધા જ નેતાઓ અને પદાધિકારીઓ હાલના સમયમાં વિજયવાડા ખાતે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.”
આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને આજ તક દ્વારા 9 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સ્પષ્ટ લખેલું હતું કે, 11,12 અને 13 જુલાઈના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડામાં સંઘની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને newindianexpress.com દ્વારા 10 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવું સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, સંઘ પ્રમુખ મોહન ભાગવત આંધ્રપ્રદેશના ગુંતુર ખાતે યોજાનારી ત્રિદિવસીય બેઠકમાં આપશે હાજરી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને ઝી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સ્પષ્ લખવામાં આવ્યું હતું કે, આંધ્રપ્રદેશના ગુંતુર ખાતે યોજાનારી સંઘના પ્રાંત પ્રચારકોની ત્રિદિવસીય બેઠકમાં હાજરી આપવા માટે સંઘ પ્રમુખ મોહન ભાગવત પહોંચી ગયા છે. જે તમે નીચેની સમાચારમાં જોઈ શકો છો.
આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, સંઘના મુખ્યાલય ખાતે ઈંગ્લેન્ડની જીત માટે આ પ્રકારના કોઈ જ હવનનું આયોજન કરવામાં આવ્યું ન હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સંઘના મુખ્યાલય ખાતે ઈંગ્લેન્ડની જીત માટે આ પ્રકારના કોઈ જ હવનનું આયોજન કરવામાં આવ્યું ન હતું.
છબીઓ સૌજન્ય : ગુગલ
Title:શું ખરેખર વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડની જીત માટે RSS ના મુખ્ય મથક પર યોજાયો હવન...? જાણો સત્ય...
Fact Check By: Vikas VyasResult: False