Skip to content
Saturday, May 02, 2026
  • Privacy Policy
  • હકીકત તપાસવા માટે સબમિટ કરો
Fact Crescendo Gujarati | The leading fact-checking website in India

Fact Crescendo Gujarati | The leading fact-checking website in India

The fact behind every news!

  • Home
  • Archives
  • About
  • Contact Us
  • Other Languages
    • Hindi
    • English
    • Marathi
    • Malayalam
    • Tamil
    • Odia
    • Assamese
    • Bangla
    • Manipuri
  • APAC
    • Sri Lanka
    • Myanmar
    • Bangladesh
    • Cambodia
    • Afghanistan
    • Thailand
site mode button

શું ખરેખર બેન્કમાં NPR દસ્તાવેજ જમા ન કરવા પર ખાતું બ્લોક કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political સામાજિક I Social
March 18, 2020January 13, 2022Vikas Vyas

‎‎‎‎ ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન નામના ફેસબુક પેજ દ્વારા 9 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, જરુરી સૂચના દરેક વ્યક્તિને જાણ કરવામાં આવે છે કે, 31 માર્ચ, 2020 પહેલાં તમારા તમામ પૈસા બેન્કોમાંથી ઉપાડી લેવા. 1 એપ્રિલ, 2020 માં NPR દસ્તાવેજ બેન્કોમાં માંગવામાં આવશે. જેની પાસે આ દસ્તાવેજ નહીં હોય એનું બેન્ક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે. આ સૂચનાને વધુમાં વધુ લોકોને શેર કરો. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1 એપ્રિલ, 2020 પહેલાં તમારા બધા પૈસા બેન્કોમાંથી ઉપાડી લેવા કારણ કે, ત્યાર પછી બેન્કો દ્વારા તમારી પાસે NPR દસ્તાવેજ માંગવામાં આવશે અને જેની પાસે એ નહીં હોય તેનું ખાતું બ્લોક કરી દેવામાં આવશે. આ પોસ્ટને 9 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર 1 એપ્રિલ, 2020 ના રોજ બેન્કોમાં NPR દસ્તાવેજ જમા ન કરવા પર તમારું ખાતું બ્લોક કરી દેવમાં આવશે? એ જાણવા માટે સૌપ્રથમ અમે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ઓફિસિયલ વેબસાઈટ www.rbi.org.in પર જઈને આ પ્રકારે સરકાર દ્વારા કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે કેમ? એ જાણવાની કોશિશ કરી હતી પરંતુ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

Archive

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો સંપર્ક કર્યો હતો અને  બાબતે ફરજ પરના અધિકારીને વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “હજુ સુધી સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. NPR દસ્તાવેજ 1 એપ્રિલ, 2020 બાદ જમા નહીં કરાવો તો ખાતું બ્લોક કરી દેવામાં આવશે એવી કોઈ સૂચના કે પરિપત્ર હજુ સુધી ઉચ્ચ સ્તરેથી આપવામાં આવી નથી.”

ઉપરોક્ત માહિતી અંગે વધુ જાણવા માટે અમે અન્ય બેન્કોમાં પણ સંપર્ક કરીને પૂછતાં તેઓ દ્વારા પણ આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 1 એપ્રિલ, 2020 બાદ NPR દસ્તાવેજ બેન્કો દ્વારા માંગવામાં આવશે અને એ જમા નહીં કરનારનું ખાતું બ્લોક કરવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 1 એપ્રિલ, 2020 બાદ NPR દસ્તાવેજ બેન્કો દ્વારા માંગવામાં આવશે અને એ જમા નહીં કરનારનું ખાતું બ્લોક કરવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર બેન્કમાં NPR દસ્તાવેજ જમા ન કરવા પર ખાતું બ્લોક કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

        
Tagged Axis BankBank AccountBOINPRRBISBI

Post navigation

શું ખરેખર રોનાલ્ડોએ તેની બે હોટલોને હોસ્પિટલમાં ફેરવી નાખી..? જાણો શું છે સત્ય…
શું ખરેખર ગુજરાત સરકાર દ્વારા પરીક્ષા વગર જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવશે..? જાણો શું છે સત્ય…

Related Posts

શું ખરેખર લોકો દ્વારા સોમા ગાંડાને મારમારવામાં આવ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

March 21, 2020January 13, 2022Yogesh Karia

Fake News: 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને એસ.ટી. બસમાં મફત મુસાફરીના નામે વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય…જાણો શું છે સત્ય..

December 24, 2024December 24, 2024Frany Karia

મોહમ્મદ શામી સહિત ત્રણ ભારતીય ખેલાડીને કાયમી માટે ટીમની બહાર કરી દેવામાં આવ્યા હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

November 28, 2023November 28, 2023Frany Karia

follow us

  • fact checks
  • Comments

ઉત્તરાખંડમાં ઇન્ડેન ‘એક્સ્ટ્રા તેજ’ સિલિન્ડરનો વીડિયો ‘ગાયના ગોબર ગેસ સિલિન્ડર’ના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

May 1, 2026May 1, 2026Frany Karia

જાણો તાજેતરમાં તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના નજીકના સાથી રિતિશ આકાશના વેરહાઉસ પર દરોડા પડ્યા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

April 29, 2026April 29, 2026Vikas Vyas

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીને ઝાલમુરી પીરસનાર વ્યક્તિ SPG કમાન્ડો હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય…

April 29, 2026April 29, 2026Frany Karia

શું ખરેખર રાજકોટના ફન બ્લાસ્ટમાં લાગેલી આગનો આ વીડિયો છે.? જાણો શું છે સત્ય..

April 27, 2026April 27, 2026Frany Karia

જાણો એક મહિલાએ ફોન પર વાત કરતાં-કરતાં બાળકને ફ્રીઝમાં મૂકી દીધું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

April 24, 2026April 24, 2026Vikas Vyas
  • superph  commented on જાણો તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની હોવાના ફોટો સાથેની વાયરલ માહિતીનું શું છે સત્ય….: Really enjoying this article! The sense of communi
  • wynn09  commented on યુપીના બસ્તીનો વીડિયો જામનગરના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….: Wynn09, Alright, I decided to try Wynn09 after see
  • ph123casino  commented on Fact Check: ભૂટાનના પીએમ સાથેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની તસ્વીર હાલના સંદર્ભમાં વાયરલ…: Been playing at ph123casino for a bit now. Site's
  • pwiph  commented on શું ખરેખર આ વાવાઝોડા મેલિસાના કેન્દ્રનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….: pwiph seems like it could be a good resource. I'm
  • tesoro777  commented on જાણો તાજેતરમાં મક્કાથી મદીના જઈ રહેલી બસના અકસ્માતના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….: Tesoro777 suena prometedor y cumple. Los gráficos

Categories

  • False
  • સામાજિક I Social
  • રાષ્ટ્રીય I National
  • રાજકીય I Political
  • આંતરરાષ્ટ્રીય I International

Latest News

  • ઉત્તરાખંડમાં ઇન્ડેન ‘એક્સ્ટ્રા તેજ’ સિલિન્ડરનો વીડિયો ‘ગાયના ગોબર ગેસ સિલિન્ડર’ના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

    May 1, 2026May 1, 2026Frany Karia
  • જાણો તાજેતરમાં તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના નજીકના સાથી રિતિશ આકાશના વેરહાઉસ પર દરોડા પડ્યા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

    April 29, 2026April 29, 2026Vikas Vyas

Archives

Fact Crescendo Gujarati | Theme: News Portal by Mystery Themes.
  • ડિસક્લેમર
  • પદ્ધતિ અમારી પદ્ધતિ
  • સુધારા કરવાનું