શું ખરેખર નરેન્દ્ર મોદી કેદારનાથમાં બુટ પહેરી ગયા હતા..? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Vipul Patel નામના ફેસબુક યુઝર દ્વારા Hardik Patel Fans Club નામના પેજ પર તારીખ 19 એપ્રિલ 2019ના એક પોસ્ટ મુકવામાં આવી હતી. बाबा के मंदिर में जुत्ते पहनकर जाते हुए हिन्दू ह्रदय सम्राट । શીર્ષક હેઠળ મુકવામાં આવેલી પોસ્ટ પર 146 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 10 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 31 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે સૌપ્રથમ ગૂગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરવા પ્રયત્ન કર્યો હતો. અમને પ્રધાનમંત્રીના કેદારનાથ યાત્રાની ઘણી ફોટો મળી હતી. જેમાં ઉપરોક્ત ફોટો પણ અમને મળી હતી. પ્રધાનમંત્રી દ્વારા પણ ઉપરોક્ત ફોટો સાથે અન્ય ફોટો 18 મે 2019ના તેમના ઓફિશીયલ ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. તેમજ ખલીજ ટાઈમ્સ દ્વારા 19 મે 2019ના પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં ઉપરોક્ત ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બંને આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

ARCHIVE KT

તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓફિશીયલ યુ-ટ્યુહ અકાઉન્ટ પર અપલોડ કેદારનાથ મંદિર પૂજાનો એક વિડિયો અમને મળ્યો હતો, જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

મોદી દ્રારા શેર કરવામાં આવેલી બે ફોટોને અમે InVid ટૂલનો ઉપયોગ કરી મેગ્નિફાયરથી મોટુ કરી જોતા, બુટ પહેરલો અને બુટ ન પહેરેલા બંને ફોટોનો તફાવત ચોખ્ખો તમને દેખાશે. નીચે તમે બંને ફોટોને જોઈ શકશો.

આ એ ફોટો છે. જયારે પ્રધાનમંત્રી મંદિરની બહાર આવે છે.

આ એ ફોટો છે. જયારે પ્રધાનમંત્રી મંદિરની બહાર આવી ગયા હતા.

બંને ફોટોમાં તમે જોઈ શકો છો કે, જયારે મોદી મંદિરના દરવાજે ઉભા હતા ત્યારે તેમના પગમાં મોજા છે. અને મંદિર બહાર આવ્યા ત્યારે તેમના પગમાં કાળા કલરના બુટ છે. આ ત્રણેય ફોટોની સરખામણી તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મોદી મંદિરના દરવાજે ઉભા છે. ત્યારે તેમના પગમાં માત્ર મોજા જ છે.

Avatar

Title:શું ખરેખર નરેન્દ્ર મોદી કેદારનાથમાં બુટ પહેરી ગયા હતા..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False