એર ઇન્ડિયા દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો દર્શાવતો વાયરલ વીડિયો નકલી છે…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પહેલાનો આ વીડિયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોનો તાજેતરના એર ઇન્ડિયાના અકસ્માત સાથે કોઈ સંબંધ નથી.

12 જૂન 2025ના રોજ ગુજરાતની રાજધાની અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની એક ફ્લાઇટ ટેકઓફ કર્યાના થોડીક સેકન્ડ પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં ઘણી શબપેટીઓ જોઈ શકાય છે. વાયરલ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ એર ઈન્ડિયા અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો છે.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ એર ઈન્ડિયા અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયોના કેટલાક ફોટાઓની રિવર્સ ઇમેજ સર્ચ કરતા પરિણામે, અમને એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાયરલ વીડિયો મળ્યો. અહીં આ વીડિયો 9 મેના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે તે અમદાવાદની ઘટના પહેલાની તારીખોમાં હાજર છે. વીડિયો સાથે માહિતી આપવામાં આવી છે કે આ વીડિયો પાકિસ્તાનનો છે.

પ્રાપ્ત માહિતીની મદદથી અને વધુ શોધખોળ કરતાં, અમને 11 જૂનના રોજ એક યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો. અહીં પણ, વીડિયો પાકિસ્તાનનો હોવાનું કહેવામાં આવ્યું હતું. અહીં પણ, એ સ્પષ્ટ છે કે આ વીડિયોનો અમદાવાદની ઘટના સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો તે પહેલાનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પહેલાનો આ વીડિયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોનો તાજેતરના એર ઇન્ડિયાના અકસ્માત સાથે કોઈ સંબંધ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:એર ઇન્ડિયા દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો દર્શાવતો વાયરલ વીડિયો નકલી છે…

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *