ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીની કારની બારી બહારથી તોડવામાં આવી હતી. જાણો શું છે સત્ય..
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચાલી રહેલી ચૂંટણીની વચ્ચે, એક મતદાન મથક નજીક નારાજ સ્થાનિકોના ટોળા દ્વારા ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીની કાર પર હુમલો કરાયેલી એક વિડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લોકેટ ચેટર્જીની કારની બારી કારની અંદર રહેલી વ્યક્તિએ તોડી હતી.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ વિડિયોમાં કાચ અંદર બેસેલી વ્યક્તિએ નહિં પરંતુ બહારથી આવેલા પત્થર લાગવાથી તુટી ગયો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
A Z A D નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લોકેટ ચેટર્જીની કારની બારી કારની અંદર રહેલી વ્યક્તિએ તોડી હતી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
લોકેટ ચેટર્જીની કાર પર હુમલો થયો હોવાની ઘટનાની અનેક મિડિયા સંસ્થાઓ દ્વારા નોંધ લેવાઈ હતી. સમાચારોના અહેવાલો મુજબ આ ઘટના પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં 10 એપ્રિલ 2021ના રોજ બની હતી, જ્યાં હાલમાં વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન ચાલુ છે.
વિડિયોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરીને અમે અમારી તપાસ શરૂ કરી દરમિયાન અમને જાણવા મળ્યું કે, ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીની કારના કાચ પર બહારથી પથ્થર લાગ્યો હતો, જેના કારણે બારીનો કાચ તૂટી ગયો હતો. ક્લિપનું અવલોકન કરવા પર, અમે સ્પષ્ટ રીતે પથ્થરને બહારથી આવતો જોઇ શકાય છે. જેમાં કારને બારીમાં અથડાતા કારની બારીનો કાચ તુટી જાય છે. અમે વિડિઓને નાના ફ્રેમ્સમાં ફેરવી જોતા પથ્થર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
નીચે તમે વાયરલ વિડિઓને સ્લોમોશનમાં જોઈ શકો છો. જેમાં કાચ તરફ એક પથ્થરને દૂર અંતરથી આવતો અને કાચને તોડતો જોઈ શકાય છે.
વધુમાં, સીએનએન ન્યૂઝ 18 ના પત્રકાર પાયલ મેથા દ્વારા ટ્વીટ કરવામાં આવેલી એક ક્લિપ, 31 સેકન્ડના ટાઇમસ્ટેમ્પ પર, અમે ક્લિપને ધીમું કરવા અને થોભાવવા પર, પથ્થરને કાર તરફ આવતા પણ આપણે જોઈ શકીએ છીએ. જેમાં પત્થર સ્પષ્ટ દેખાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ વિડિયોમાં કાચ અંદર બેસેલી વ્યક્તિએ નહિં પરંતુ બહારથી આવેલા પત્થર લાગવાથી તુટી ગયો છે.
Title:ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીની કારની બારી બહારથી તોડવામાં આવી હતી.
Fact Check By: Yogesh KariaResult: False