શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાયેલી રેલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચારના સ્ક્રીનશોટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાત ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની રેલીએ રાજકીય રેલીમાં સૌથી વધુ લોકો એકત્ર કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ધ ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચારના સ્ક્રીનશોટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rana K Odedra નામના ફેસબુક યુઝર દ્વારા 3 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભે..ચો..આ ધ ન્યુયોર્ક ટાઈમ્સ નો પત્રકાર અમદાવાદ ની રેલી મા 25 કરોડ જનતા ની મુંડકીઑ ગણી ગ્યો બોલો.🤔🤔🤔. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાત ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની રેલીએ રાજકીય રેલીમાં સૌથી વધુ લોકો એકત્ર કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે અમે આમ આદમી પાર્ટી (AAP) સંબંધિત સમાચાર અહેવાલો શોધવા માટે ધ ન્યૂયોર્ક ટાઇમ્સની વેબસાઇટ પર જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં વેબસાઇટ પર આવા કોઈ જ સમાચાર પ્રાપ્ત થયા નહતા. આ વેબસાઈટ પર આમ આદમી પાર્ટીને લગતા સમાચાર છેલ્લે 10 માર્ચના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

અમે 2 એપ્રિલ, 2022 ના રોજ પ્રકાશિત ન્યુયોર્ક ટાઈમ્સ ઈન્ટરનેશનલ એડિશનના ઈ-પેપર પણ જોયું હતું. જો કે, અમને ત્યાં પણ આ સમાચાર પ્રાપ્ત થયા નહતા. આ સમાચાર ઓનલાઈન NYT ની ભારતીય આવૃત્તિમાં પણ ઉપલબ્ધ નહતા.

અમારી વધુ તપાસમાં અમને ભારતીય પત્રકાર રાણા અય્યુબ દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટ મળ્યું હતું. જ્યાં તેમણે વાયરલ ફોટોને નકલી ગણાવીને ઉલ્લેખ કર્યો હતો કે, આંતરરાષ્ટ્રીય પ્રકાશન તેના સમાચાર અહેવાલોમાં ક્યારેય “કરોડ” શબ્દનો ઉપયોગ કરતા નથી.

રાણા અય્યુબના ટ્વિટનો જવાબ આપતા ન્યૂયોર્ક ટાઈમ્સ કોમ્યુનિકેશને ટ્વિટ કર્યું કે, આ ફોટો અસલી નથી. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે આ પ્રકારે કોઈ જ અહેવાલ લખ્યો નથી કે પ્રકાશિત પણ કર્યો નથી. વધુમાં લખ્યું છે કે, આ ફોટો એક મજાક તરીકે બનાવવામાં આવ્યો છે.

ટ્વિટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ‘તે ટ્વિટનો સ્ક્રીનશોટ એક નકલી ફોટો છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે આ પ્રકારે કોઈ જ અહેવાલ લખ્યો નથી કે પ્રકાશિત પણ કર્યો નથી. અમારું કવરેજ https://t.co/wnc1L2kU2mhttp://nytimes.com/spotlight/india પર મળી શકે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ધ ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચારના સ્ક્રીનશોટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાયેલી રેલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો….? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False