શું ખરેખર હાલમાં ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો ફોટો છે...? જાણો શું છે સત્ય....
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. તેમજ અમુક લોકો નદીમાં સ્નાન કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં કોરોના કાળ દરમિયાન ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો આ ફોટો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળાનો છે. હાલમાં ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Umakant Mankad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં કોરોના કાળ દરમિયાન ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો આ ફોટો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવેલો છે તે પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ બાદમાં અમે કુંભ 2019ની ઓફિશિયલ વેબસાઈટ kumbh.gov.in ની મુલાકાત લીધી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો કુંભ દરમિયાનના શાહી સ્નાનનો ફોટો છે.
તેમજ ઉત્તરાખંડ સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, હરિદ્વારમાં યોજાનાર કુંભ મેલામાં ભાગ લેવા માટે આટીપીસીઆર ટેસ્ટ અથવા વેક્સિન લીધાનું સર્ટિફિકેટ હોવુ ખૂબ જ જરૂરી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળાનો છે. હાલમાં ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો નથી.
Title:શું ખરેખર હાલમાં ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો ફોટો છે...?
Fact Check By: Yogesh KariaResult: False