
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ અધિકારી સાથે યુવક-યુવતી ઝગડો કરતા દેખાય છે. બાદમાં આ પોલીસ અધિકારી દ્વારા આ યુવાનને ગોળી મારવામાં આવે છે. તેમજ બાદમાં યુવતીને ગોળી મારવામાં આવે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ અધિકારી દ્વારા પોતાની સતાનો ગેર ઉપયોગ કરી અને સુરત સિવિલ હોસ્પિટલ બહાર યુવક-યુવતીની હત્યા કરવામાં આવી.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો એક વેબસિરિઝના શુટિંગ દરમિયાનનો છે. હાલમાં સુરત સિવિલ હોસ્પિટલ બહાર આ પ્રકારે હત્યા કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jangda Jangda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોલીસ અધિકારી દ્વારા પોતાની સતાનો ગેર ઉપયોગ કરી અને સુરત સિવિલ હોસ્પિટલ બહાર યુવક-યુવતીની હત્યા કરવામાં આવી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ વિડિયોને ધ્યાનથો જોતા અમને વિડિયોમાં એક ફ્રેન્ડસ કાફે જોવા મળ્યુ હતુ. જેને ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ કાફે હરિયાણાના કરનાલમાં આવેલુ છે. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ, અમે ફ્રેન્ડસ કાફેના માલિક કૃષ્ણ નરવાલનો સંપર્ક કર્યો, તેમણે અમને -જણાવ્યુ હતુ કે, “વાયરલ થઈ રહેલો આ વિડિયો એક વેબ સીરીઝના શૂટિંગનો વિડિયો છે. આ ઘટના ખરેખર બની નહોતી. લગભગ ત્રણ મહિના પહેલા એક વેબ સીરીઝ અમારા કેફેની બહાર શૂટ કરવામાં આવી હતી અને તેનું એક દ્રશ્ય ખોટા દાવા સાથે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે.“
ત્યારબાદ કાફેના માલિક કૃષ્ણ નરવાલ દ્વારા અમને આ શુટિંગના અન્ય વિડિયો પણ મોકલ્યા હતા. જે તેમણે તેમના મોબાઈલમાં કેપ્ચર કર્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે કરનાલના એસપી ગંગા રામ પુનિયાનો સંપર્ક કર્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો જે દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે તે ખોટો છે. આ વિડિયો કરનાલના ફ્રેન્ડસ કાફેની બહારનો છે. સુપર મોલ સેક્ટર 12 માં સ્થિત ફ્રેન્ડસ કાફેની બહાર, લગભગ ત્રણ મહિના પહેલા 21 જાન્યુઆરીએ શૂટિંગ કરવામાં આવેલી વેબ સિરીઝનો આ વિડિયો છે. અમારી પાસે તે શૂટિંગ માટે પરવાનગીનો પત્ર પણ છે. કરનાલ જિલ્લા અધિકારીએ આ શુટિંગ માટે આ વર્ષે 18 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી.“
ત્યારબાદ અમને યુપી પોલીસ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર પરથી કરવામાં આવેલુ ટ્વિટ પણ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ એક વેબસિરિઝની શુંટિગ દરમિયાનના દ્રશ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો એક વેબસિરિઝના શુટિંગ દરમિયાનનો છે. હાલમાં સુરત સિવિલ હોસ્પિટલ બહાર આ પ્રકારે હત્યા કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.
