અક્ષય કુમારનો આ વાયરલ વીડિયો વર્ષ 2017નો છે. તેણે બેંગલુરુમાં છેડતીને લઈને નવા વર્ષના અવસર પર આ વીડિયો જાહેર કર્યો હતો.

મણિપુરમાં બે કુકી મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી રહી છે અને પુરૂષોના મોટા ટોળા દ્વારા જાતીય હુમલો કરવામાં આવી રહ્યો હોવાના એક વિચલિત વીડિયોએ દેશભરમાં વ્યાપક વિરોધને વેગ આપ્યો છે. ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) મુજબ, આ ઘટના મણિપુરના કાંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ બની હોવાનું કહેવાય છે,

આ પછી પીએમ મોદીએ વાયરલ વીડિયોને સંબોધીને ખાતરી આપી હતી કે આરોપીઓને બક્ષવામાં આવશે નહીં. મહિલાઓની પરેડ કરાવનાર ટોળામાં કથિત રીતે સામેલ ચાર લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. ફૂટેજ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં કેન્દ્ર સરકાર સામે ગુસ્સો ભરાઈ રહ્યો છે.

આ સ્થિતિમાં બોલિવૂડ સેલિબ્રિટીઓએ મણિપુરની ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી છે. આ ઉપરાંત અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરનારા યુઝર્સનો દાવો છે કે ‘અક્ષય કુમારે આ વીડિયો દ્વારા મણિપુરની ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

વીડિયોમાં અક્ષય કુમારને એમ કહેતા સાંભળી શકાય છે કે, તે એક પુત્રીનો પિતા પણ છે અને જો તેઓ મહિલાઓનું સન્માન ન કરી શકે તો સમાજે તેમને માનવ ન કહેવા જોઈએ. તેમણે મહિલાઓને તેમના કપડાના આધારે જજ કરવાને બદલે તેમના પ્રત્યેની માનસિકતા બદલવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

aapnugujarat_in નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અક્ષય કુમારે આ વીડિયો દ્વારા મણિપુરની ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 2017માં અક્ષય કુમારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કરાયેલ મૂળ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોના કેપ્શન આપવામાં જણાવવામાં આવ્યુ હતુ કે, “બેંગલોરની ઘટના મને લાગે છે કે આપણે પાછળની તરફ, માણસોથી લઈને પ્રાણીઓ સુધી વિકાસ કરી રહ્યા છીએ, તેના બદલે પશુઓ પણ વધુ સારા છે! ખરેખર શરમજનક."

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને 5 જાન્યુઆરી 2017ના રોજ NDTVની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો આ વીડિયો મળ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, "નવા વર્ષ નિમિત્તે બેંગલુરૂમાં થયેલી છેડતીની ઘટના પર ગુસ્સો વ્યક્ત કરતા અક્ષય કુમારે આ વીડિયો રિલીઝ કર્યો હતો."

વર્ષ 2017માં કેટલીક મહિલાઓએ કહ્યું હતું કે, બેંગ્લોરમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણીમાં ભાગ લેતી વખતે પુરુષોના ટોળા દ્વારા તેમની છેડતી કરવામાં આવી હતી. ટાઇમ્સ નાઉ અને ઝી ન્યૂઝે પણ આ જ માહિતી સાથે 2017માં આ વીડિયો શેર કર્યો હતો.

દરમિયાન, અમે તપાસ કરી કે અક્ષય કુમારે મણિપુર હિંસા પર કોઈ ટિપ્પણી કરી છે કે કેમ, તેણે 20 જુલાઈના રોજ મણિપુર ગેંગરેપની ઘટનાની નિંદા કરતા ટ્વિટ કર્યું. તે જણાવે છે કે “મણિપુરમાં મહિલાઓ સામેની હિંસાનો વીડિયો જોઈને હચમચી ગયો છું. હું આશા રાખું છું કે ગુનેગારોને એટલી કઠોર સજા મળે કે ફરી આવું ભયાનક કૃત્ય કરવાનું કોઈ વિચારે નહી.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અક્ષય કુમારનો આ વીડિયો વર્ષ 2017નો છે. તેણે બેંગલુરૂમાં થયેલી છેડતીને લઈને નવા વર્ષના અવસર પર આ વીડિયો જાહેર કર્યો હતો. તેનો મણિપુરની ઘટના સાથે કોઈ સંબંધ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:અક્ષયકુમારના જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: MISLEADING