કોલકતામાં મૃતક દર્દીના પરિવારજનોએ પરિબાહ મુખર્જી નામના ડોક્ટરને મારમારતા તેમનું મૃત્યુ થયું.? જાણો શું છે સત્ય……

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

CHOWKIDAR NICK PRAJAPATI નામના ફેસબુક યુઝર દ્વારા I SUPPORT NAMO નામના પેજ પર તારીખ 12 જૂન 2018ના એક પોસ્ટ શેર કરી હતી. “कोलकाता के नील रतन सरकार मेडिकल कालेज में 85 वर्षीय मोहम्मद_शाहिद को सोमवार सुबह काफी गंभीर हालत में भर्ती करवाया गया ! उसे उल्टी पेट दर्द और दस्त हो रहा था। इलाज के दौरान ही उसकी मौत हो गई ! उसके रिश्तेदारों और धर्मांध लोगों ने अस्पताल में जबरन घुसकर जुनियर डाक्टर परिवाह मुखर्जी और डा यश टेकवानी को इस कदर बेरहमी से पीटा कि मुखर्जी कोमा में चले गये थे!डाक्टर यश की हालत गंभीर है !… अभी अभी खबर प्राप्त हुई है कि डाक्टर परिवाह मुखर्जी की दुःखद मृत्यु हो गई है ?… केंद्र में नई सरकार के बाद हिंदुओं पर सारे देश मे अत्याचार ,बलात्कार और हत्या का बाज़ार गर्म है ! कोई कुछ नहीं कर रहा है !..” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પરિબાહ મુખર્જી નામના ડોક્ટરને કોલકતામાં મૃતક દર્દીના પરિવાર જનોએ મારમારતા તેનું મૃત્યુ થયુ હતુ. આ પોસ્ટ પર 103 લોકોએ તેમને પ્રતિભાવ આપ્યા હતા, 23 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ડોકટર પરિબાહ મુખર્જીના મૃત્યુ અંગે શોધતા અમને 12 જૂન 2019ના ઈંડિયા ટુડે દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર અમને પ્રાપ્ત થયા હતા. સમાચારમાં જણાવવામાં આવ્યુ હતુ કે તે દિવસે પરિબાહ મુખર્જીને માથામાં ઈજા પહોંચી હતી, પરંતુ તેની હાલત હાલ સ્થિર છે.

INDIA TODAY.png

ARCHIVE

આમ, અમે એ વાતથી નિશ્ચિત થયા હતા કે, ઉપરોક્ત પોસ્ટ જ્યારે વાયરલ થઈ ત્યારે પરિબાહ મુખર્જી જીવતા હતા. આ સિવાય અમને બંગાળના પ્રતિષ્ઠિત સમાચાર પત્ર અને વેબસાઈટ દ્વારા આપવામાં આવેલા સમાચાર મળ્યા હતા. 19 જૂન 2019ના આનંદ બાજાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાચારમાં પરિબાહ મુખર્જી ઈનસ્ટિટ્યુટ ઓફ ન્યૂરોસાઈન્સ કોલકતામાં એડમિટ થયા હતા.

ADMIT.png

ARCHIVE

ત્યારબાદ અમે ઈન્સ્ટિયૂટ ઓફ ન્યૂરોસાઈન્સ કોલકતાના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોકટર વર્ધન રોય સાથે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, તેમણે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને ખોટો સાબિત કર્યો હતો. પરિબાહ મુખર્જીની તબિયત સારી છે. અને તેઓની શારીરિક સ્થિતી નિયંત્રણમાં છે.

ત્યારબાદ અમે એનઆરએસ હોસ્પિટલના મેડિકલ કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને નકાર્યો હતો અને જણાવ્યું હતુ કે,  પરિબાહ મુખર્જી સ્વસ્થ છે. તેમણે જણાવ્યુ હતુ કે પરિબાહ મુખર્જી જીવિત છે.

ઉપરોક્ત નિવેદનોના આધારે સ્પષ્ટ થઈ ગયુ હતુ કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. પરિબાહ મુખર્જી જિવતા છે અને સ્વસ્થ છે.  

Avatar

Title:કોલકતામાં મૃતક દર્દીના પરિવારજનોએ પરિબાહ મુખર્જી નામના ડોક્ટરને મારમારતા તેમનું મૃત્યુ થયું.? જાણો શું છે સત્ય……

Fact Check By: Frany Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •