15 વર્ષ જુના વિડિઓને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કારની અંદર બેઠેલી જોવા મળે છે અને તેણે સુસાઈડ બોમ્બ પહેર્યો હોવાનું બતાવવામાં આવ્યુ છે. વિડિયોમાંનો વ્યક્તિ કારને સાર્વજનિક સ્થળે લઈ જાય છે અને બોમ્બ વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, વિસ્ફોટ કારની અંદર જ થઈ જાય છે. અંતમાં એક ટેગલાઇન વાંચવામાં આવે છે: ‘પોલો, નાનો પણ અઘરો’ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વોક્સવૈગન દ્વારા મુસ્લમાનોનો મજાક ઉડાળતા જાહેરાત બનાવવામાં આવી છે કે તેમની કાર એટલી મજબૂત છે કે, બોમ્બ પણ સંભાળી શકે છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો સોશિયલ મિડિયા પર વર્ષ 2005થી ઉપલબ્ધ છે, વોક્સવૈગન દ્વારા જાહેરાત પ્રસારિત કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Aalap Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 નવેમ્બર 2020ના Gujarat Thoughts એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વોક્સવૈગન દ્વારા મુસ્લમાનોનો મજાક ઉડાળતા જાહેરાત બનાવવામાં આવી છે કે તેમની કાર એટલી મજબૂત છે કે, બોમ્બ પણ સંભાળી શકે છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો ABC 10 News નામની યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. આ વિડિયો 2 જૂન 2017ના આ વિડિયો યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

વિડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, વોક્સવૈગનનેઆ જાહેરાત સાથે કોઈ લેવા-દેવા નથી. વિડિયોને લી ફોર્ડ અને ડૈન બ્રુક્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે સ્પૂફ બનાવવામાં માહિર છે. 

આ ક્લુના આધારે અમે અમારી પડતાલને આગળ વધારી હતી દરમિયાન અમને ધ ગાર્ડિયન દ્વારા 31 જાન્યુઆરી 2005ના પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ અનુસાર વોક્સવૈગન યુકે દ્વારા પરવાનગી મળ્યા બાદ આ સ્પૂફ વિડિયો બનાવનાર સામે જર્મનીમાં કાયેદસરની કાર્યવાહી કરી હતી.

ધ ગાર્ડિયન | સંગ્રહ

ધ ન્યુ યોર્ક ટાઈમ્સ દ્વારા તારીખ 27 જાન્યુઆરી 2005ના એક અહેવાલ પ્રસારિત કરતા માહિતી આપવામાં આવી હતી. કે, “Fake Commercial Spots Spread Quickly on the Internet.”

The New York Times | Archive

ગત વર્ષે પણ આ જ વિડિયો આ જ દાવા સાથે સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. જેની પડતાલ પણ ફેક્ટક્રેસન્ડો ગુજરાતી દ્વારા કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો સોશિયલ મિડિયા પર વર્ષ 2005થી ઉપલબ્ધ છે, વોક્સવૈગન દ્વારા જાહેરાત પ્રસારિત કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. તેમના દ્વારા આ વિડિયો બનાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

Avatar

Title:15 વર્ષ જુના વિડિઓને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False