શું ખરેખર અખિલેશ યાદવે અયોધ્યાનું નામ બદલવાની જાહેરાત કરી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આગામી વર્ષ 2022માં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સપાના પ્રમુખ અખિલેશ યાદવને લઈને છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અખિલેશ યાદવે જાહેરાત કરી કે યુપીમાં તેમની સરકાર બની તો તેઓ અયોધ્યાનું નામ બદલી નાખશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chandan Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અખિલેશ યાદવે જાહેરાત કરી કે યુપીમાં તેમની સરકાર બની તો તેઓ અયોધ્યાનું નામ બદલી નાખશે.”

Facebook | Archive

આ સ્ક્રિન શોટના આધારે ગુજરાતી ફેસબુક પેજ Sampurna Samachar Seva દ્વારા તારીખ 29 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પણ આ જ દાવો કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Facebook | Fb post Archive

તેમજ ટ્વિટ પર પર પણ રિપ્બલિક ભારત ન્યુઝ ચેનલનો આ સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખેલુ છે કે, “બ્રેકિંગ ન્યૂઝ છે ‘અયોધ્યાનું નામ અખિલેશ બદલશે’ અને નીચેની લાલ પટ્ટીમાં લખ્યું છે, ‘જો સપા જીતશે તો અયોધ્યાનું નામ બદલાશે.’

Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને રિપબ્લિક ઈન્ડિયાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ 3:07 મિનિટનો વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયોને સંપૂર્ણ જોયા બાદ જાણવા મળ્યું કે, આ વિડિયોનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોના પહેલા 17 સેકન્ડનો વાયરલ સ્ક્રિનશોટ જોઈ શકાય છે. વિડિયોમાં એન્કર બોલતા જોવા મળે છે કે યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે જો અખિલેશ સત્તામાં આવશે તો અયોધ્યા અને પ્રયાગરાજનું નામ બદલી દેશે.

ખરેખર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રિપબ્લિક વર્લ્ડને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, “જો અખિલેશ યુપીમાં સત્તામાં આવે છે તો તેઓ અયોધ્યા અને પ્રયાગરાજનું નામ બદલી શકે છે.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અને વાયરલ દાવાનું સત્ય જાણવા અમે અખિલેશ યાદવના સોશિયલ મિડિયા એકાઉન્ટ (ટ્વિટર અને ફેસબુક) પણ ચેક કર્યા હતા, પરંતુ વાયરલ દાવાને સંબંધિત કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

તેમજ અમે સમાજવાદી પાર્ટીના પ્રવક્તા જુહી સિંઘનો સંપર્ક સાધ્યો હતો. તેમણે  આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યુ હતુ કે, “અખિલેશ યાદવે આ પ્રકારે કોઈ નિવેદન આપ્યુ નથી. અમે કામ કરનારા લોકો છીએ, નામ બદલનારા નથી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અખિલેશ યાદવ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપ્યુ નથી. યોગી આદિત્યનાથના નિવેદનને ખોટા દાવા સાથે અખિલેશ સાથે જોડી અને વાયરલ કરવામાં આવી રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર અખિલેશ યાદવે અયોધ્યાનું નામ બદલવાની જાહેરાત કરી…?

Fact Check By: Yogesh Karia 

Result: False