શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Raj Patel Mahesana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ન્યુ ઇન્ડિયાની વરવી વાસ્તવિકતા…સુરત શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 98 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 239 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરત શહેરનો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોતા ત્યાં હાજર પોલીસ કર્મચારીએ પહરેલા ડ્રેસમાં હૈદરાબાદ સીટી પોલીસ લખવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને THE HINDU-HYDERABAD નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 મે 2020ના તેમના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ વિડિયો શેર કર્યો હતો અને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, “હૈદરાબાદના સ્થળાંતર કામદારો દ્વારા  ઘરે મોકલવાની માંગ સાથે એક ઝૂલૂસ કાઢયુ હતુ. જે પશ્ચિમ હૈદરાબાદના ગોલ્કોન્ડાના ટોલીચોકી તરફ જઈ રહ્યુ હતું. આ શોભાયાત્રામાં  બંજાર હિલ્સ, ગોલકોંડા, આસિફનગર, હુમાયુનગરના મજૂરો જોડાયા હતા.

ARCHIVE

હૈદરાબાદના ઉર્દૂ સમાચાર પત્ર “સિયાસત ડેલી” દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરતનો નહિં પરંતુ હૈદારાબાદનો છે. કામદારો તેમના રાજ્યમાં પાછા જવાની માંગ સાથે હૈદરાબાદના ટોલી ચોકી ખાતે એકઠા થયા હતા. 

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False