શું ખરેખર ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો ગુજરાતના સાપુતારાનો છે...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા કેટલાક યુવકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો ગુજરાતના સાપુતારાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના સાપુતારાનો નહીં પરંતુ મહારાષ્ટ્રના નાસિકના કસારા-ત્ર્યંબકેશ્વર રોડ પરનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gujju Hungama નામના ફેસબુક પેજ દ્વારા 12 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સાપુતારામાં રોડ પર એકસાથે વીસેક જેટલા સાપ જોવા મળ્યા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સૌથી ઝેરી પ્રજાતિ છે. દુર્લભ દ્રશ્યો કેમેરામાં કેદ થયા . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો ગુજરાતના સાપુતારાનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર dnaindia.com દ્વારા 13 જુલાઈ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, રસ્તા પર ટ્રકના હોર્નની ધૂન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો મહારાષ્ટ્રના નાસિકના કસારા-ત્ર્યંબકેશ્વર રોડ પરનો છે.
આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. etvbharat.com | hindinewsbuzz.in | maharashtratimes.com
Metro City Samachar નામની એક સત્તાવાર સમાચાર ચેનલ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં આ વીડિયો મહારાષ્ટ્રના નાસિકના કસારા-ત્ર્યંબકેશ્વર રોડ પરનો હોવાની માહિતી આપવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના સાપુતારાનો નહીં પરંતુ મહારાષ્ટ્રના નાસિકના કસારા-ત્ર્યંબકેશ્વર રોડ પરનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:શું ખરેખર ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો ગુજરાતના સાપુતારાનો છે...? જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False