Panter Boss નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. અમદાવાદઃ નાં દાણીલીમડા નું છે પરિવાર આ રીતે એક ઘર નું આખું પરિવાર અનાજ વગર ખાઘીયા વગર આત્મા હતિયાં કરે છે સુ કરે છે ગુજરાત સરકાર પોસ્ટ લાઈક નાં કરો તો કઈ નઈ પરંતું વધું માં વધું શેર જરૂર કરજો શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 477 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 254 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1100થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદના દાણીલીમડામાં અનાજ વગર પરિવારે આપઘાત કરી લીધો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 5 એપ્રિલ 2020ના આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, જ્યારે બાંગ્લાદેશ લોકડાઉનમાં છે. ખોરાક ન મળતાં તેણે આત્મહત્યા કરી લીધી હતી.” આ વિડિયોને તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

બાંગ્લાદેશના ફેસબુક પેજ દ્વારા પણ આ વિડિયનો 1 મહિના પહેલા અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને મજબૂત કરવામાં ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધતા અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “K ડિવિઝનના ઈન્ચાર્જ એસીપી આર.આર.સિંઘલ દ્વારા આ પ્રકારે દાણીલીમડામાં કોઈ પરિવારે આપઘાત કર્યો ન હોવાનું જણાવ્યુ હતુ. તેમજ સોશિયલ મિડિયામાં કોઈએ ખોટો મેસેજ વાયરલ કર્યો છે. જેની શોધ તેમના દ્વારા કરવામાં વી રહી છે.

Divyabhaskar | Archive

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારની કોઈ ઘટના અમદાવાદ શહેરમાં બનવા પામી નથી. તેમજ આ ખોટો મેસેજ વાયરલ કરનારની તપાસ ચાલી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, દાણીલીમડામાં આ પ્રકારે કોઈ પરિવારે આપઘાત કર્યો નથી. જેની પૃષ્ટી કે ડિવિઝનના એસીપી આર.આર.સિંઘલ દ્વારા કરવામાં આવી છે. જો કે, આ ઘટના ક્યા બની હતી તે જાણી શકાયુ નથી. લોકોમાં ડર ફેલાવવા કોઈ શખ્સ દ્વારા આ પ્રકારે ખોટો મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર અમદાવાદના દાણીલીમડામાં પરિવારે અનાજ ન મળતા આપઘાત કર્યો છે...? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False