
Harish Sapkal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સંજય રવિદાસ નામનાં છાત્ર એ મહારાષ્ટ્ર માં રાત્રે ભણીને અને દિવસે બુટપોલીસ કરીને 93% ગુણ પ્રાપ્ત કર્યા. ખૂબ ખૂબ અભિનંદન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 380 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 74 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સંજય રવિદાસ નામના વિદ્યાર્થીએ રાત્રીના ભણી દિવસે કામ કરી 93% ગુણ પ્રાપ્ત કર્યા હતા.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ સંજય રવિદાસને આ પરિણામ ક્યારે મળ્યું અને જ્યારે તેના પરિણામની નકલ તરફ નજર કરી ત્યારે જાણવા મળ્યું કે આ પરિણામ પશ્ચિમ બંગાળનું છે અને વર્ષ 2018નું છે અને તેને ફક્ત 66.42 ટકા માર્કસ મળ્યા છે. તમે નીચે તેનું પરિણામ જોઈ શકો છો.
ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને પ્રભાત ખબરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. તે અનુસાર સંજયે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પ્રથમ વર્ગની સફળતા હાંસલ કરી હતી. આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સંજય રવિદાસ નામનો વિદ્યાર્થી મહારાષ્ટ્રનો નહિં પરંતુ પશ્રિમ બંગાળનો છે. અને તેને હાલમાં નહિં પરંતુ વર્ષ 2018માં 66 ટકા માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા.

Title:શું ખરેખર સંજય રવિદાસ મહારાષ્ટ્રનો છે અને તે 93% સાથે પાસ થયો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
