શું ખરેખર આ વીડિયો સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલા ભારે વરસાદનો છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Hasubhai Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા 15 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *સ્વિટ્ઝ્રલે્ન્ડ માં વરસાદ.* *રસ્તામાં પારદર્શક પાણી.* *સફાઈના સ્તરની કલ્પના કરો ..*.આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલા ભારે વરસાદનો છે જેમાં તેની સ્વચ્છતાનો અંદાજ તમે લગાવી શકો છો. આ પોસ્ટને 73 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 161 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.25-17_20_46.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર આ પ્રકારે સ્વિટ્ઝર્લેન્ડમાં વરસાદ પડ્યો છે કે કેમ? અને આ વીડિયો ત્યાંનો જ છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના એક સ્ક્રીનશોટને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજ ના માધ્યમથી સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-yandex.com-2019.09.25-17_59_52.png

Archive

ઉપરના પરિણામોમાં અમને news.tvchosun.com દ્વારા 3 માર્ચ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. તેના પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલા ભારે વરસાદનો નહીં પરંતુ અમેરિકામાં વર્ષ 2018 માં થયેલા ભારે વરસાદ બાદનો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-news.tvchosun.com-2019.09.25-18_02_47.png

Archive

ત્યાર બાદ આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં સૌથી ઉપર ડાબી બાજુ પર ખૂણામાં Boston અને જમણી બાજુએ ખૂણામાં abc NEWS લખેલું તમે સ્પષ્ટ જોઈ શકો છો. આ પરથી એ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે આ વીડિયો અમેરિકાના બોસ્ટન શહેરનો જ છે.

screenshot-www.facebook.com-2019.09.25-18_10_20.png

અમારી વધુ તપાસમાં અમને globalnews.ca દ્વારા 4 માર્ચ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક અન્ય સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ વીડિયો અમેરિકાનો હોવાનું સ્પષ્ટ લખવામાં આવ્યું છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-globalnews.ca-2019.09.25-18_19_01.png

Archive

આ તમામ સંશોધનના અંતમાં અમને Global News દ્વારા 3 માર્ચ, 2018 ના રોજ યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં આ વીડિયો અમેરિકાના બોસ્ટન શહેરનો છે એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે. આ સંપૂર્ણ વીડિયોમાં 0.40 મિનિટ પછી તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો સ્વિટ્ઝર્લેન્ડનો નહીં પરંતુ અમેરિકાના બોસ્ટન શહેરનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રસ્તા પર પારદર્શક પાણી અને સફાઈનું સ્તર તો જોઈ શકાય છે પરંતુ આ વીડિયો સ્વિટ્ઝર્લેન્ડનો નહીં પરંતુ વર્ષ 2018 માં અમેરિકાના બોસ્ટન શહેરમાં થયેલા ભારે વરસાદનો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયો સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલા ભારે વરસાદનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Mixture