
હાલ દેશમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે-સાથે ગુજરાતમાં પણ કોરોના કેસમાં અધધ વધારો જોવા મળી રહ્યો છે, તેની સથા સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “કોરોનાના વધતા કેસને ધ્યાને લઈ અને આગામી 31 માર્ચ સુધી વડતાલ સ્વામિનારાયણ મંદિર બંધ કરવામાં આવ્યુ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવાં આવેલા દાવા મુજબ હાલમાં વડતાલ મંદિર દર્શાનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે. ગત વર્ષના પોસ્ટરને હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hitesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોનાના વધતા કેસને ધ્યાને લઈ અને આગામી 31 માર્ચ સુધી વડતાલ સ્વામિનારાયણ મંદિર બંધ કરવામાં આવ્યુ છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌપ્રથમ અમે ગૂગલ સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને તારીખ 20 માર્ચ 2020નો નવગુજરાતસમયનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણવવામાં આવ્યુ હતુ કે, “ડાકોર અને વડતાલ સ્વામિનારાયણ મંદિર દર્શાનાર્થીઓ માટે તારીખ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા.”
ઉપરોક્ત માહિતી પરથી અમને જાણવા મળ્યુ કે મંદિર બંધની આ સુચના ગત વર્ષે આપવામાં આવી હતી. તેમજ અમે અમારી પડતાલને વધુ મજબુત કરવા વડતાલ સ્વામિનારાયણ મંદિરની વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ ત્યા પણ અમને આ અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવવુ હતુ કે, “આ પ્રકારે દર્શાનાર્થીઓ માટે મંદિર બંધની કોઈ સુચના આપવામાં આવી નથી. સોશિયલ મિડિયામાં ખોટી માહિતી ફેલાઈ રહી છે. આ સુચના ગત વર્ષની છે, જેને હાલની ગણાવી ફેલાવવામાં આવી રહી છે. દર્શન રાબેતા મુજબ ચાલુ જ છે. ફક્ત 28 તારીખના પૂનમના દિવસે થનાર રંગોત્સવ બંધ રાખ્યો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવાં આવેલા દાવા મુજબ હાલમાં વડતાલ મંદિર દર્શાનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે. ગત વર્ષના પોસ્ટરને હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ છે.

Title:શું ખરેખર વડતાલ સ્વામિનારાયણ મંદિર 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યુ….?
Fact Check By: Yogesh KariaResult: False
