
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ખૂબ જ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ દરરોજ કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં ગુજરાતના ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હોવાને લઈ અફવાઓ ફેલાઈ રહી છે. હાલ એક મેસેજ એવો ફેલાઈ રહ્યો છે કે, “કોરોનાના વધતા સંક્રમણને લઈ આગામી તારીખ 31 માર્ચ સુધી મહુડી મંદિર બંધ રાખવામાં આવ્યુ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, મહુડી જૈન મંદિર બંધ કરવામાં આવ્યુ હોવાનું વાત તદ્દન ખોટી છે. મહુડી જૈન મંદિર ખુલ્લુ હોવાનું મંદિર દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. તેમજ કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતુ હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mantavya News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોનાના વધતા સંક્રમણને લઈ આગામી તારીખ 31 માર્ચ સુધી મહુડી મંદિર બંધ રાખવામાં આવ્યુ છે.”
Facebook | Fb post Archive | Fb Article archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અનમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઝી24 કલાક દ્વારા તેમના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી માહિતી શેર કરવામાં આવી હતી કે, “મહુડી મંદિર બંધ કરવાને લઈ ફેલાઈ રહી છે અફવા, મંદિર સવારે 7 થઈ સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લુ જ છે.”
તેમજ અમે આ અંગે વિસ્તૃત સર્ચ કરતા અમને VTV ન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ અફવાનું ખંડન કરવામાં આવ્યુ હતુ અને દર્શાનાર્થીઓ માટે આ જૈન મંદિર ખુલ્લુ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.
તેમજ એબીપી અસ્મિતાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી અને ટ્રસ્ટીઓના નિવેદન પણ શેર કરવામાં આવ્યા હતા. જે તમે નીચે સાંભળી શકો છો.
https://gujarati.abplive.com/videos/news/gujarat-the-mahudi-temple-is-not-closed-for-devotees-721053
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મહુડી જૈન મંદિર બંધ કરવામાં આવ્યુ હોવાનું વાત તદ્દન ખોટી છે. મહુડી જૈન મંદિર ખુલ્લુ હોવાનું મંદિર દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. તેમજ કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતુ હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ.

Title:શું ખરેખર કોરોના સંક્રમણના કારણે મહુડી મંદિર 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યુ…?
Fact Check By: Yogesh KariaResult: False
