જાણો રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કારચાલકે કાર ચઢાવી હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સાથે રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કાર પાર્ક કરી દેવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક કારચાલક યુવકે રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કાર પાર્ક કરી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કાર પાર્ક કરી દેવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ચારે ચાર વ્હીલ કાઢી નાખવા જોઈતા હતા, બાકી આ પણ બરાબર છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક કારચાલક યુવકે રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કાર પાર્ક કરી દીધી.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 3RD EYE નામના એક સત્તાવાર યુટ્યુબ પેજ દ્વારા 19 એપ્રિલ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવું લખવામાં આવ્યું હતું કે, કોણ સાચું છે..?😲 જુઓ આ કાર માલિકે ગરીબ શાકભાજી વેચનાર સાથે શું કર્યું.

આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોની અંતમાં લખેલા લખાણ પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયો લોકોમાં મનોરંજન અને જાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને દુનિયામાં કેવી પરિસ્થિતિઓ સાથેની વાસ્તવિક ઘટનાઓ બને છે એ સમજાવવા બનાવવામાં આવ્યો છે. 

ઉપરોક્ત વીડિયોની નીચે પણ એવી માહિતી આપવામાં આવી છે કે, આ વીડિયો ફક્ત સામાજિક જાગૃતિ અને મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.

આ યુટ્યુબ ચેનલ પર વધુ સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, અન્ય ઘણા બધા વીડિયો આ ચેનલ દ્વારા લોકજાગૃતિ અને મનોરંજન માટે બનાવવામાં આવ્યા છે. ઘણા બધા વીડિયોમાં તમે એક જ કલાકારોને જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કાર પાર્ક કરી દેવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કારચાલકે કાર ચઢાવી હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading