શું ખરેખર યુપી સરકારના વખાણ કરવા બદલ કિસાનો દ્વારા ભાજપા નેતાને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં લોકોનું ટોળુ એક વ્યક્તિને માર મારી રહ્યુ હોવાનું જોવા મળે છે. બાદમાં તમામ લોકો એક બીજા પર હુમલો કરી રહ્યા છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મથુરામાં યુપી સરકારના વખાણ કરવા બદલ કિસાનોએ ભાજપા નેતા ને માર માર્યો હતો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. બીજેપી નેતાને માર મારવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. આ ઝઘડો કિસાનોમાં અંદરો-અંદર થયો હતો. જેનું કારણ ખાતરની ખરિદી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Azad Yoddha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મથુરામાં યુપી સરકારના વખાણ કરવા બદલ કિસાનોએ ભાજપા નેતા ને માર માર્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈટીવી ભારતનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “મથુરાની સરકારી સોસાયટીમાં શનિવારે ખાતર લેવા ગયેલા ખેડૂતો એકબીજા સાથે અથડાયા હતા. ઝઘડો એટલી હદે વધી ગયો કે આમાં બે લોકોના માથા ફુટી ગયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હકીકતમાં, ખાતરની સતત અછતને કારણે આ ઝઘડો થયો હતો.

ETVBHARAT | ARCHIVE

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ભાસ્કરન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “બે ગામના ખેડૂતો વચ્ચે મારપીટ થઈ હતી. જેમાં બે વ્યક્તિ ઘાયલ થયા હતા. જાણીતા લોકોને પહેલા ખાતર આપવાના મુદ્દા પર બબાલ થઈ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.

BHASKAR.COM | ARCHIVE

લાઈવહિન્દુસ્તાન અને અમરઉજાલા દ્વારા આ અંગે વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.  

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે મથુરા જિલ્લા પોલીસ વડા ડો. ગૌરવ ગ્રોવરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો કે ઘટના સાથે બીજેપી નેતાને કોઈ લેવા-દેવા નથી, આ વિડિયોમાં કિસાનો અંદરો-અંદર ઝઘડો થયો હતો. ખાતરની ખરિદીને લઈ આ ઝઘડો થયો હતો. ભાજપા નેતાને માર મારવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. બીજેપી નેતાને માર મારવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. આ ઝઘડો કિસાનોમાં અંદરો-અંદર થયો હતો. જેનું કારણ ખાતરની ખરિદી હતી.

Avatar

Title:શું ખરેખર યુપી સરકારના વખાણ કરવા બદલ કિસાનો દ્વારા ભાજપા નેતાને મારમારવામાં આવ્યો…?

Fact Check By: Yogesh Karia 

Result: False