શું ખરેખર ગુજરાત ભાજપના કાર્યકર્તા ગૌમાંસ સાથે ઝડપાયા…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

Shakshi Sharma નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 ઓક્ટોબર, 2018 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, गुजरात में B J P कार्यकर्ता गऊ मास के साथ पकड़े गए दंगा करवाने की कोशिश विफल. આ પોસ્ટને લગભગ 23000 જેટલા લોકોએ લાઈક કરી હતી. 12 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 123578 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Facebook | Archive

અમારા આ સંશોધન બાદ સાક્ષી શર્મા દ્વારા તરત જ આ પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી હતી પરંતુ સાક્ષી શર્મા દ્વારા કરવામાં આવેલી પોસ્ટના સંપૂર્ણ વીડિયોને તમે નીચે આપેલી લિંક પર જોઈ શકો છો.

Youtube Link

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી  પોસ્ટમાં બતાવવામાં આવેલી ગુજરાતના અમદાવાદ શહેરની ગાડીના ફોટોને અમે યાન્ડેક્ષ બ્રાઉઝરમાં સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને કોઈ ઠોસ પુરાવા ન મળતાં અમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વિડીયોનો રિવર્સ સર્ચમાં ઉપયોગ કરતાં અમને જાણવા મળ્યું કે, આ વીડિયોને સાર્વજનિક રૂપે ફેસબુક પર સૌથી પહેલા સાક્ષી શર્મા નામની ફેસબુક યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત વીડિયોમાં બે ઘટનાઓને ભેગી કરીને દર્શાવવામાં આવી છે જેમાં પ્રથમ ઘટના ઝારખંડના રાંચી શહેર નજીકના રામગઢ ગામની હતી, જ્યાં માંસ લઈ જઈ રહેલા અલીમુદ્દીન નામના એક યુવક સાથે લોકોએ મારપીટ કરી તેમની હત્યા કરી દીધી હતી. અલીમુદ્દીનની હત્યા બાદ રોષે ભરાયેલા લોકો દ્વારા ગાડીમાં આગ પણ લગાવી દીધી હતી. તેમની કારનો નંબર WB 02K1791 હતો. અલીમુદ્દીનના પત્ની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, તેમના પતિ વ્યવસાયે એક ડ્રાઇવર હતા અને કોઈ રાજકીય પાર્ટી સાથે તેમનો કોઈ સંબંધ ન હતો. ઝારખંડની રામગઢ કોર્ટે કથિત રૂપે ગાયનું માંસ લઈ જઈ રહેલા એક યુવકની મારી મારીને હત્યા કરી નાખવાના મામલે 11 કથિત ગૌરક્ષકોને હત્યાના આરોપી ગણાવ્યા હતા. એના પરથી એ સાબિત થાય છે કે, પોસ્ટમાં દાવો કરેલો વીડિયો ઝારખંડનો છે છતાં તેને ગુજરાતનો કહીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

ઝારખંડમાં બનેલી આ સમગ્ર ઘટનાને ઘણા મીડિયા માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

વીડિયોના બીજા ભાગમાં ગુજરાતના અમદાવાદ શહેરની નંબર પ્લેટ વાળી એક સફેદ કારની તસ્વીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તસ્વીર પર ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી ચિન્હ કમળ પણ જોવા મળે છે. આ સાથે ઉપયોગમાં લેવાયેલી અન્ય એક તસ્વીરમાં કેટલાક પોલીસ અધિકારીઓ પણ છે કે જેમણે બે લોકોની ધરપકડ કરી છે. આ તસ્વીરો અંગે અમે અમારી તપાસમાં ગાડીના નંબર પરથી તેના માલિકની શોધ કરવા માટે અમે VAHAN GJ 01 HN 0739 લખીને 7738299899 પર મેસેજ કર્યો તો અમને આ ગાડી ખેડા જિલ્લામાં જૈન લલિતભાઈની હોવાનું માલૂમ પડ્યું હતું તો અમે લલિતભાઈ જોડે આ સમગ્ર ઘટના અંગે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે, આ ગાડી જ્યારે મેં ખરીદી ત્યાર બાદ મને પણ આવી ઘટના બની હોવાનું માલૂમ થતાં મેં જેની પાસેથી ગાડી ખરીદી તેની જોડે વાત કરી તો જાણવા મળ્યું હતું કે, આવો કોઈ પણ કેસ ગાડી પર ચાલતો ન હતો કે ગાડી આ રીતના કોઈ પણ પ્રકરણમાં સામેલ ન હતી અને હાલમાં આ ગાડી વેચે પણ કદાચ એક વર્ષ થઈ ગયું અને મારી પાસે ગાડી હતી ત્યાં સુધી પણ આવો કોઈ બનાવ બન્યો નથી. હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી.

ત્યાર બાદ અમે અમદાવાદના ભાજપના વરિષ્ટ નેતા મહેશ કસ્વાલા જોડે વાત કરી હતી તો તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારે ભાજપનો કોઈ જ કાર્યકર ગૌમાંસ સાથે પકડાયો નથી. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવી માહિતી મૂકવામાં આવતી હોય છે.

વધુમાં અમે ગુજરાત સ્ટેટ પોલીસ કંન્ટ્રોલ રૂમમાં પણ આ સમગ્ર ઘટના અંગે વાત કરી હતી તો ત્યાંના અધિકારીએ પણ અમને જણાવ્યું હતું કે, આ પ્રકારની કોઈ જ ઘટના બની નથી અને ગત વર્ષોમાં આ પ્રકારે ગૌમાંસ તસ્કરીના આરોપસર કોઈ જ ભાજપના કાર્યકરની ધરપકડ થઈ નથી.

આ ઉપરાંત બીબીસી ગુજરાતી તેમજ ઈન્ડિયા ટુડે દ્વારા પણ આ પોસ્ટનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું તો તેમણે પણ આ દાવાને ખોટો સાબિત બતાવ્યો છે જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

BBC GujaratiIndia Today
ArchiveArchive

પરિણામ:

આમ, અમારા તમામ સંશોધન બાદ અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, ઉપરોક્ત પોસ્ટમાં ગૌમાંસ તસ્કરી બાબતે ભાજપના કાર્યકરોની ધરપકડ અંગેનો દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title: શું ખરેખર ગુજરાત ભાજપના કાર્યકર્તા ગૌમાંસ સાથે ઝડપાયા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False