તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો વીટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂ આપી રહેલા એક ભાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલા ભાઈનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલા ભાઈનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં ભારે વરસાદને કારણે અમદાવાદ ખાતે સર્જાયેલી પરિસ્થિતિના વર્ણનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 17 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વિકાસ તો જુઓ બોસ.... આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલા ભાઈનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને એક ફેસબુક પેજ દ્વારા 11 જુલાઈ, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ઉપરોક્ત આજ વીડિયો અન્ય એક ફેસબુક યુઝર દ્વારા પણ વર્ષ 2022 માં અપલોડ કરવામાં આવ્યો હતો.

અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત આજ વીડિયો એક ટ્વિટર યુઝર દ્વારા પણ 11 જુલાઈ, 2022 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં પ્રાપ્ત થયો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલા ભાઈનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં ભારે વરસાદને કારણે અમદાવાદ ખાતે સર્જાયેલી પરિસ્થિતિના વર્ણનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તાજેતરમાં અમદાવાદમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીટીવી ગુજરાતી ન્યૂઝના વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False